<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 28th November 2025

બ્રિટનમાં સામાન મોકલવો મોંઘો થશે: ૨૦૨૯ સુધીમાં ટેક્સ ફ્રી આયાતનો નિયમ નાબૂદ થશે, નિકાસકારોને ફટકો

માર્ચ ૨૦૨૯ સુધીમાં બ્રિટન ૧૩૫ પાઉન્ડથી ઓછી કિંમતની વસ્તુઓ પર મળતી ડ્યુટી ફ્રી છૂટછાટ બંધ કરશે: જેનાથી ભારતથી ભેટ-સોગાદો કે કોમર્શિયલ સેમ્પલ મોકલવા મોંઘા પડશે

અમેરિકા બાદ હવે બ્રિટને પણ આયાત નિયમો કડક બનાવ્યા છે. માર્ચ ૨૦૨૯ સુધીમાં બ્રિટન ૧૩૫ પાઉન્ડથી ઓછી કિંમતની વસ્તુઓ પર મળતી ડ્યુટી ફ્રી છૂટછાટ બંધ કરવા જઈ રહ્યું છે, જેનાથી ભારતથી ભેટ-સોગાદો કે કોમર્શિયલ સેમ્પલ મોકલવા મોંઘા પડશે.

બ્રિટન સરકારે પોતાની ઈકોનોમીને વેગ આપવા અને સ્થાનિક વેપારીઓને સુરક્ષિત કરવા માટે એક મોટો નિર્ણય લીધો છે. હાલમાં ત્યાં ૧૩૫ પાઉન્ડ (અંદાજે
૧૪,૦૦૦ રૂપિયા) સુધીની કિંમતના 'લો-વેલ્યુ ઈમ્પોર્ટ' (એલ વી આઈ) પર કોઈ કસ્ટમ ડ્યુટી લાગતી નથી. પરંતુ હવે સરકારે માર્ચ ૨૦૨૯ સુધીમાં આ 'ડ્યુટી
ફ્રી એક્ઝેમ્પશન' એટલે કે કરમુક્તિ દૂર કરવાની યોજના બનાવી છે. જો આ નિયમ અમલમાં આવશે તો તેની સીધી અસર ભારતીય નિકાસકારો અને સામાન્ય લોકો પર પડશે.
ભારતથી બ્રિટનમાં ફૂડ આઈટમ્સ, મસાલા, કપડાં કે કંપનીઓ માટેના કોમર્શિયલ સેમ્પલ મોકલવાનું કામ ખર્ચાળ બની જશે. ખાસ કરીને ઈ-કોમર્સ દ્વારા નાની
વસ્તુઓ વેચતા વેપારીઓના માર્જિન પર આનો મોટો ફટકો પડશે.

(12:40 AM IST)