<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 28th November 2025

ઓનલાઈન કન્ટેન્ટ પર સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસનું નિવેદન: જવાબદાર સમાજ બનશે તો મોટાભાગની સમસ્યાઓ આપોઆપ ઉકેલાશે

જસ્ટિસ સૂર્ય કાન્ત એ મહત્વનું અવલોકન કરતા કહ્યું કે, "આપણે એક જવાબદાર સમાજનું નિર્માણ કરવાની જરૂર છે

ભારતના મુખ્ય ન્યાયાધીશ (સીજેઆઇ) સૂર્યકાન્તએ ઓનલાઈન કન્ટેન્ટ રેગ્યુલેશન અંગે સમાજની જવાબદારી પર ભાર મૂક્યો છે. તેમણે કહ્યું કે કાયદા કરતા સામાજિક જાગૃતિ વધુ મહત્વની છે.
ઓનલાઈન કન્ટેન્ટના નિયમન અંગેના એક કેસમાં જસ્ટિસ સૂર્ય કાન્ત એ મહત્વનું અવલોકન કરતા કહ્યું કે, "આપણે એક જવાબદાર સમાજનું નિર્માણ કરવાની જરૂર છે. એકવાર સમાજ જવાબદાર બની જશે અને નાગરિકો પોતાની ફરજ સમજશે, તો આવી મોટાભાગની સમસ્યાઓ આપોઆપ ઉકેલાઈ જશે." તેમણે માત્ર કાયદાકીય નિયંત્રણોને બદલે નૈતિક મૂલ્યો પર ભાર મૂક્યો હતો.


 

(12:43 AM IST)