હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Friday, 28th November 2025
આર્થિક ગુનાઓ પર દિલ્હી હાઈકોર્ટનો ચુકાદો: એસએફઆઈઓ તપાસની સાથે ઈડીની કાર્યવાહી પણ ચાલુ રહી શકે
આરોપી સામે એક જ ગુના માટે અલગ-અલગ એજન્સીઓ કાયદા મુજબ પોતાની કાર્યવાહી ચાલુ રાખી શકે

દિલ્હી હાઈકોર્ટે સ્પષ્ટતા કરી છે કે જો કોઈ કંપની સામે સિરિયસ ફ્રોડ ઈન્વેસ્ટિગેશન ઓફિસ (એસ એફ આઈ ઓ) ની તપાસ ચાલુ હોય તો પણ મની લોન્ડરિંગનો કેસ ચાલી શકે છે.
દિલ્હી હાઈકોર્ટે મહત્વનો ચુકાદો આપતા કહ્યું છે કે કોઈ કોર્પોરેટ ફ્રોડ કેસમાં એસ એફ આઈ ઓ તપાસ ટ્રાન્સફર કરવામાં આવે તો પણ પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (પી એમ એલ એ) હેઠળની સમાંતર કાર્યવાહી અટકતી નથી. એટલે કે આરોપી સામે એક જ ગુના માટે અલગ-અલગ એજન્સીઓ કાયદા મુજબ પોતાની કાર્યવાહી ચાલુ રાખી શકે છે. આર્થિક અપરાધીઓ માટે આ ચુકાદો મોટો ફટકો સમાન છે.
(12:54 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
