<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 28th November 2025

ભારતીયો હજુ પણ ફિક્સ ડિપોઝિટના પ્રેમમાં: બેંક ડિપોઝિટ ૬.૫ લાખ કરોડ, શેરબજારમાં સીધું રોકાણ માત્ર ૪૮ હજાર કરોડ

મ્યુચ્યુઅલ ફંડમાં ૧.૬ લાખ કરોડ અને સીધા શેરોમાં (ઇક્વિટી) માત્ર ૪૮,૬૧૩ કરોડ રૂપિયાનું જ રોકાણ

રિઝર્વ બેંકના આંકડા દર્શાવે છે કે ભારતીયો રોકાણ માટે આજે પણ બેંક ડિપોઝિટ પર સૌથી વધુ ભરોસો કરે છે. મ્યુચ્યુઅલ ફંડ અને શેરોમાં રોકાણ વધ્યું હોવા છતાં પરંપરાગત બચત હજુ પણ મોખરે છે.
ભારતીય પરિવારોની રોકાણ પેટર્ન મુજબ, બેંક ડિપોઝિટમાં સૌથી વધુ ૬.૫ લાખ કરોડ રૂપિયાનું રોકાણ છે. ત્યારબાદ પીએફ અને પેન્શન ફંડમાં ૫.૮ લાખ કરોડ, લાઈફ ઈન્સ્યોરન્સમાં ૪.૪ લાખ કરોડ અને નાની બચત યોજનાઓમાં ૩.૪ લાખ કરોડ રૂપિયા રોકાયેલા છે. તેની સામે મ્યુચ્યુઅલ ફંડમાં ૧.૬ લાખ કરોડ અને સીધા શેરોમાં (ઇક્વિટી) માત્ર ૪૮,૬૧૩ કરોડ રૂપિયાનું જ રોકાણ છે.


 

(12:56 AM IST)