<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 28th November 2025

ઓનલાઈન કન્ટેન્ટ પર સુપ્રીમ કોર્ટની નજર: નેટફ્લિક્સ અને યુટ્યુબ જોવા માટે આધાર વેરિફિકેશનની વિચારણા

આ પગલાનો હેતુ અયોગ્ય કન્ટેન્ટ અને પોર્નોગ્રાફી પર લગામ લગાવવાનો છે

ઓનલાઈન પ્લેટફોર્મ પર પીરસાતા કન્ટેન્ટને રેગ્યુલેટ કરવા માટે સુપ્રીમ કોર્ટમાં મહત્વની સુનાવણી ચાલી રહી છે. કોર્ટ આધાર કાર્ડ દ્વારા વેરિફિકેશનની શક્યતાઓ તપાસી રહી છે.
સુપ્રીમ કોર્ટ ઓનલાઈન કન્ટેન્ટ રેગ્યુલેશન બાબતે ગંભીર છે. નેટફ્લિક્સ, એમેઝોન પ્રાઈમ અને યુટ્યુબ જેવા ઓટીટી (OTT) પ્લેટફોર્મ્સ અને વેબસાઈટ્સ પર કન્ટેન્ટ જોવા માટે યુઝર્સનું 'આધાર વેરિફિકેશન' ફરજિયાત કરી શકાય કે કેમ, તે અંગે કોર્ટ વિચારણા કરી રહી છે. આ પગલાનો હેતુ અયોગ્ય કન્ટેન્ટ અને પોર્નોગ્રાફી પર લગામ લગાવવાનો છે.


 

(12:59 AM IST)