હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
સોશિયલ મીડિયા પર પોસ્ટ અપલોડ કરતા પહેલા સ્ક્રીનિંગ થશે? સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને યુઝર જનરેટેડ કન્ટેન્ટ માટે 'પ્રી-સ્ક્રીનિંગ મિકેનિઝમ'નો ડ્રાફ્ટ તૈયાર કરવા આપ્યો મોટો આદેશ
CJI સૂર્યકાન્તની ખંડપીઠે કહ્યું - અભિવ્યક્તિની સ્વતંત્રતા મહત્વપૂર્ણ છે, પણ તે નિરંકુશ નથી : હાનિકારક સામગ્રી વાયરલ થયા બાદ દૂર કરવાથી અસર થતી નથી, 'નિવારક વ્યવસ્થા' જરૂરી : સરકારને ૪ સપ્તાહમાં ડ્રાફ્ટ તૈયાર કરવાનો નિર્દેશ

નવી દિલ્હી, તા. ૨૮ નવેમ્બર, ૨૦૨૫ : સુપ્રીમ કોર્ટે ગુરુવારે માહિતી અને પ્રસારણ મંત્રાલય (I&B) ને સોશિયલ મીડિયા પર યુઝર જનરેટેડ કન્ટેન્ટ (UGC) અપલોડ થાય તે પહેલાં તેની ચકાસણી કરવા માટે એક 'પ્રી-સ્ક્રીનિંગ મિકેનિઝમ' નો ડ્રાફ્ટ તૈયાર કરવાનો મોટો નિર્દેશ આપ્યો છે. કોર્ટે સ્પષ્ટ કર્યું કે સોશિયલ મીડિયા પર કેટલીક સામગ્રી એટલી ઝડપથી વાયરલ થઈ જાય છે કે તેને હટાવવામાં આવે તે પહેલાં જ સમાજમાં અશાંતિ ફેલાવી દે છે, તેથી માત્ર પોસ્ટ-ફેક્ટો (બની ગયા પછીની) કાર્યવાહી પૂરતી નથી.
અભિવ્યક્તિની સ્વતંત્રતા અને કાયદાકીય શૂન્યતા
મુખ્ય ન્યાયાધીશ (CJI) જસ્ટિસ સૂર્યકાન્ત અને જસ્ટિસ જોયમાલ્યા બાગચીની ખંડપીઠ આ કેસની સુનાવણી કરી રહી હતી.
* અભિવ્યક્તિની મર્યાદા: ખંડપીઠે કહ્યું કે અભિવ્યક્તિની સ્વતંત્રતા (Freedom of Expression) ખૂબ જ મહત્વપૂર્ણ છે, પરંતુ તે સંપૂર્ણપણે નિરંકુશ નથી. યુઝર-જનરેટેડ કન્ટેન્ટના મામલે હાલમાં સ્વ-નિયમનકારી કોડ (Self-Regulatory Code) કામ કરી રહ્યા નથી.
* નિવૃત્ત વ્યવસ્થાની જરૂર: કોર્ટે કહ્યું કે જો કોઈ રાષ્ટ્ર-વિરોધી સામગ્રી અપલોડ થઈ જાય, તો સરકાર દ્વારા તેને નોટિસ આપીને હટાવવાનો આદેશ આપવામાં બે-ત્રણ દિવસનો સમય લાગી જાય છે. ત્યાં સુધીમાં તે વાયરલ થઈને નુકસાન પહોંચાડી ચૂકેલો હોય છે. કોર્ટને એક 'યોગ્ય નિવારક વ્યવસ્થા' જોઈએ છે, જે સોશિયલ મીડિયા પર હાનિકારક સામગ્રી અપલોડ થાય તે પહેલાં તેને ફિલ્ટર કરી શકે.
* કાયદાકીય શૂન્યતા: ખંડપીઠે જણાવ્યું કે આજે આ ક્ષેત્રમાં વૈધાનિક ખાલીપો (Statutory Vacancy) છે, જેને ભરવો જરૂરી છે.
'એન્ટી-નેશનલ' શબ્દ પર તીખી ચર્ચા
સુનાવણી દરમિયાન, વકીલ પ્રશાંત ભૂષણે 'એન્ટી-નેશનલ' (રાષ્ટ્ર-વિરોધી) શબ્દના ઉપયોગનો વિરોધ કર્યો અને કહ્યું કે તેનો ઉપયોગ વ્યક્તિલક્ષી રીતે થાય છે. તેના જવાબમાં CJI એ ઉદાહરણ આપ્યું કે જો કોઈ વ્યક્તિ સોશિયલ મીડિયા પર ભારતના કોઈ ભાગને પડોશી દેશનો બતાવીને વીડિયો પોસ્ટ કરે તો શું તે રાષ્ટ્ર-વિરોધી નહીં ગણાય?
* સોલિસિટર જનરલની આપત્તિ: ભૂષણે જ્યારે સિક્કિમના ભારતમાં વિલય પર સવાલ ઉઠાવવાને માત્ર એક દૃષ્ટિકોણ ગણાવ્યો, ત્યારે સોલિસિટર જનરલ (SG) તુષાર મહેતાએ સખત વાંધો ઉઠાવ્યો અને કહ્યું કે ન્યાયિક કાર્યવાહીમાં અલગતાવાદને ઉત્તેજન આપવું ન જોઈએ.
કોર્ટે સ્પષ્ટ કર્યું કે સરકારની વિરુદ્ધ બોલવું એ રાષ્ટ્ર-વિરોધી નથી, તે લોકશાહીનો અધિકાર છે, પરંતુ સમસ્યા એવી સામગ્રીની છે જે વાયરલ થઈને સમાજમાં અશાંતિ ફેલાવે છે.
સરકારને ૪ સપ્તાહનો સમય
એટર્ની જનરલ આર. વેંકટરમણી અને એસજી તુષાર મહેતાએ કોર્ટને ખાતરી આપી કે મંત્રાલય ચાર સપ્તાહમાં ડ્રાફ્ટ તૈયાર કરશે અને જાહેર સૂચનો લેશે. કોર્ટે નિર્દેશ આપ્યો કે ડ્રાફ્ટ તૈયાર કરતી વખતે ડોમેન નિષ્ણાતો, ન્યાયવિદો અને મીડિયા પ્રોફેશનલ્સની મદદ લેવી જોઈએ. સુપ્રીમ કોર્ટ ડ્રાફ્ટ મિકેનિઝમ અને જાહેર સૂચનો પર વિચાર કર્યા પછી જ આ મુદ્દે વધુ સુનાવણી કરશે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
