<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 28th November 2025

હાઉસિંગ સોસાયટીમાં અગાઉના ઓનરે પૈસા આપવાના બાકી હોય તો નવા માલિકને મેમ્‍બરશિપ ન મળે

બોમ્‍બે હાઈકોર્ટે હાઉસિંગ સોસાયટીમાં મેમ્‍બરશિપ બદલ મહત્ત્વનો ચુકાદો આપ્‍યો

મુંબઈ,તા.૨૮: બોમ્‍બે હાઈ કોર્ટે હાઉસિંગ સોસાયટીમાં મેમ્‍બરશિપ બદલ મહત્ત્વનો ચુકાદો આપ્‍યો છે. હાઈ કોર્ટના જાસ્‍ટિસ અમિત બોરકરે કહ્યું હતું કે નવા ઘરનો માલિક વેચાતા લીધેલા ફલેટના અગાઉના માલિકે સોસાયટીને ન ચૂકવેલી બેલેન્‍સ રકમ ચૂકવે નહીં ત્‍યાં સુધી સોસાયટીનો મેમ્‍બર ન બની શકે, કો-ઑપરેટિવ સોસાયટીની મેમ્‍બરશિપ એ કંઈ બિનશરતી અધિકાર નથી. સોસાયટીના મેમ્‍બર બનવા પહેલાંનું બેલેન્‍સ ભરવું જ પડે એવો સ્‍પષ્ટ નિર્દેશ જાસ્‍ટિસ અમિત બોરકરે આપ્‍યો હતો.

ફલેટ ખરીદનાર કે કમર્શિયલ જગ્‍યા ખરીદનાર એ જગ્‍યાની સોસાયટીની બેલેન્‍સ રકમ ચૂકવ્‍યા સિવાય સોસાયટીનો મેમ્‍બર ન બની શકે. દહિસરની એક સોસાયટીમાં કમર્શિયલ જગ્‍યા ખરીદનારને સોસાયટીના મેમ્‍બર તરીકે સ્‍વીકારવો જ પડશે એવા બૃહન્‍મુંબઈ મ્‍યુનિસિપલ કોર્પોરેશન (BMC)ના R-નોર્થ વોર્ડના આદેશને બોમ્‍બે હાઈ કોર્ટના જાસ્‍ટિસ અમિત બોરકરે રદબાતલ ઠેરવ્‍યો હતો.

એ જગ્‍યા ખરીદનાર અગાઉના માલિકે ૫૮ લાખ રૂપિયાની સોસાયટીની બાકી નીકળતી રકમ ભરી નહોતી. આ પ્રકરણ મૂળ ૨૦૨૧નું હતું. ટી ઍન્‍ડ એમ સર્વિસિસ કન્‍સલ્‍ટિંગ પ્રાઇવેટ લિમિટેડે ઇન્‍ડિયન ઓવરસીઝ બેન્‍કે ગોઠવેલા ઑક્‍શનમાં દહિસર-ઈસ્‍ટની એક સોસાયટીમાં કમર્શિયલ જગ્‍યા ખરીદી હતી. જૂન ૨૦૨૧માં કંપનીએ સોસાયટીમાં તેમને મેમ્‍બર બનાવવામાં આવે એ માટે અરજી કરી હતી. જોકે સોસાયટીએ તેમને મેમ્‍બરશિપ આપી નહોતી. એ જગ્‍યાના આ પહેલાંના માલિકે સોસાયટીને મેઇન્‍ટેનન્‍સ ચાર્જિસ અને પ્રોપર્ટી-ટેક્‍સ એમ કુલ મળીને ૫૮ લાખ રૂપિયા ચૂકવ્‍યા નહોતા. કો-ઑપરેટિવ હાઉસિગ સોસાયટીઓ મેઇન્‍ટેનન્‍સ ચાર્જિસ સમયસર વસૂલ કરતી હોવાથી જ ટકી શકતી હોય છે એમ કોર્ટે વધુમાં જણાવ્‍યું હતું.

 

(9:50 AM IST)