<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 28th November 2025

ખોપડીમાં આઇસ-બ્રેકર સાથે ૩ કિલોમીટર ચાલીને યુવક હોસ્‍પિટલ પહોંચ્‍યો

આગરા,તા.૨૮: ઉત્તર પ્રદેશના આગરામાં બાઇક પર આવેલા બે હુમલાખોરોએ ઈ-રિક્ષા કંપનીના કર્મચારી સચિન શર્મા પર હુમલો કર્યો હતો અને બરફ તોડવા માટે વપરાતું સ્‍ક્રૂ-ડ્રાઇવર જેવું પાનું તેના માથામાં માર્યું હતું. હુમલો કર્યા બાદ હુમલાખોરો તરત જ ભાગી ગયા હતા. જોકે સચિન શર્મા માથામાં આઇસ-બ્રેકર લાગ્‍યું હોવા છતાં લગભગ ૩ કિલોમીટર ચાલીને હોસ્‍પિટલમાં પહોંચ્‍યો હતો. સચિન શર્મા સિકંદરાના પヘમિપુરીમાં આવેલી ભાગ્‍ય ઈ-વ્‍હીકલ કંપનીમાં કર્મચારી છે.

સચિન હોસ્‍પિટલમાં ચાલતો જઈ રહ્યો હોવાનો વિડિયો સોશ્‍યલ મીડિયામાં વાઇરલ થયો છે. ઊંડી ઈજા હોવા છતાં તે એસ. એન. મેડિકલ કોલેજના ઇમર્જન્‍સી વોર્ડમાં પહોંચ્‍યો હતો, જ્‍યાં ડોક્‍ટરોએ સર્જરી કરીને તેના માથામાં ફસાયેલું આઇસ-બ્રેકર દૂર કર્યું હતું. તેની હાલત હવે સ્‍થિર છે. સચિન પર થોડા સમય પહેલાં પણ હુમલો થયો હતો. તેને એ ખબર નથી કે કોણ તેને મારવા માગે છે. 

(10:47 AM IST)