હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
માર્કેટ ઓલ-ટાઈમ હાઈ, પરંતુ અનેક મિડ અને સ્મોલ કેપ સ્ટોક્સમાં ખાસ્સું ધોવાણ
નિફટીના ૨૩ સ્ટોક્સ ૧૪ મહિના પહેલાં જે સ્તર પર હતા તેના કરતાં ઓછામાં ઓછા ૧૦ ટકા નીચા ટ્રેડ થઈ રહ્યા છે

નવી દિલ્હી,તા.૨૮: સેન્સેક્સ અને નિફટીએ ગુરુવારે નવી ટોચ બનાવી. પરંતુ દલાલ સ્ટ્રીટમાં નવી ટોચ પર જે માહોલ જોવા મળે છે તેવો માહોલ જોવાતો નથી. નિફટી ૫૦ સ્ટોક્સમાં ૫૦ ટકા સ્ટોક્સ આ વર્ષે તેમની ઐતિહાસિક ટોચ પર નથી પહોંચ્યા, જે દર્શાવે છે કે આ તેજી બ્રોડબેઝ્ડ નથી પરંતુ કેટલાક મર્યાદિત હેવીવેઈટ શેરોના દમ પર ઓલ-ટાઈમ હાઈ સપાટી જોવા મળી છે. માર્કેટ ટોચ પર છતાં ટ્રેન્ટ લિમિટેડ જાન્યુઆરીથી અત્યાર સુધીમાં ૪૦ ટકા ઘટી ગયો છે.
તેણે ઓક્ટોબર-૨૦૨૪માં અગાઉ જ્યારે માર્કેટ ઓલ-ટાઈમ હાઈ હતું ત્યારે જે લેવલ હતું તે મેળવવા માટે ડબલ વળતર આપવું પડે. એ જ રીતે ટીસીએસ ૨૩ ટકા ઘટ્યો છે. વિપ્રો, ટેક મહિન્દ્રા, પાવર ગ્રિડ, ઈન્ફોસીસ, ઈન્ડસઈન્ડ બેન્ક, એચસીએલ ટેક્રોલોજીઝ, ડો. રેડ્ડીઝ જેવા સ્ટોક્સ ૧૦ ટકાથી વધુ નીચે છે. નિફટીના ૨૩ સ્ટોક્સ ૧૪ મહિના પહેલાં જે સ્તર પર હતા તેના કરતાં ઓછામાં ઓછા ૧૦ ટકા નીચા ટ્રેડ થઈ રહ્યા છે.
આ તો વાત થઈ નિફટી૫૦ સ્ટોક્સની. બ્રોડબેઝ્ડ માર્કેટ જોઈએ તો સ્થિતિ વધારે ખરાબ છે. બીએસઈ સ્મોલ કેપ ઈન્ડેક્સ ૨૦૨૫માં ૫ ટકા ઘટેલો છે. મિડ કેપ ઈન્ડેક્સ માત્ર ૨ ટકા વધ્યો છે.
મિડ કેપમાં કોલગેટ-પામોલિવ ૪૨ ટકા તૂટ્યો છે, ઈન્ડસઈન્ડ બેન્ક પણ ૪૨ ટકા તૂટ્યો છે. ટાટા ટેક્રોલોજીઝ ૩૯ ટકા અને આરવીએનએલ પણ ૩૯ ટકા તૂટ્યા છે. ઈરેડા ૩૮ ટકા તૂટ્યો છે.
સ્મોલ કેપમાં જોઈએ તો ઓલા ઈલેક્ટ્રિક અને તેજસ નેટવર્ક્સ બન્ને ૬૦-૬૦ ટકા તૂટ્યા છે. જિન્દાલ સો ૫૫ ટકા ઘટ્યો છે. બ્રેઈનબીઝ સોલ્યૂશન્સ ૫૦ ટકા નીચો છે. વ્હર્લપૂલ ૪૬ ટકા ઘટ્યો છે.
ન્યૂ-એજ સ્ટોક્સ અને ઓલ્ડ-ઈકોનોમી સ્ટોક્સ બન્ને માટે વેલ્યૂએશન માટેના માપદંડ પણ અલગ-અલગ થઈ ગયા છે ત્યારે રોકાણકારો નવા રોકાણની મૂંઝવણમાં છે તેવું જણાય છે. ફિયર ઓફ મિસિગ આઉટ (FOMO) જોવાઈ રહ્યું છે પરંતુ નિષ્ણાતો સલાહ આપે છે કે અનેક માપદંડ પર ખરા ઊતરે તેવા સ્ટોક્સ પસંદ કરવા જોઈએ.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
