હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
મુંબઈમાં ૭૨ વર્ષના વૃદ્ધ સાથે ૩૫ કરોડની છેતરપીંડી
કોઈના પર આંધળો વિશ્વાસ ન કરતા : કંપનીએ ચાર વર્ષ સુધી અમને ખોટી તસવીર દેખાડી, જ્યારે બીજી તરફ વાસ્તવિક નુકસાન સતત વધતું ગયું

મુંબઈ,તા.૨૮: મુંબઈમાં ફ્રોડનો એક ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. માટુંગા વેસ્ટના રહેવાસી ૭૨ વર્ષીય ભરત હરકચંદ શહાએ આરોપ લગાવ્યો છે કે, ગોરેગાંવ (પૂર્વ) સ્થિત ગ્લોબ કેપિટલ માર્કેટ્સ લિમિટેડ નામની બ્રોકરેજ ફર્મે મારા વિશ્વાસનો ફાયદો ઉઠાવીને લગભગ ૩૫ કરોડનું નુકસાન કરાવ્યું છે. જ્ત્ય્ પ્રમાણે કંપનીના કર્મચારીઓએ શહાને 'સુરક્ષિત ટ્રેડિગ'ની લાલચ આપીને તેનો વિશ્વાસ જીતી લીધો. પછી ચાર વર્ષ સુધી તેમના અને તેમની પત્નીના ડીમેટ ખાતાઓમાં તેમની જાણ વગર કરોડો રૂપિયાના વ્યવહારો થતા રહ્યા. કંપનીના પ્રતિનિધિઓ પાસે OTP થી લઈને ઈમેઇલ સુધીની ઍક્સેસ હતી અને શહાને તેમની ભનક પણ ન લાગવા દીધી.
ભરત શહા લગભગ છેલ્લા ત્રણ દાયકાથી માટુંગા વેસ્ટમાં રહે છે. તેઓ પાંચ દાયકાથી પરેલમાં એક ગેસ્ટ હાઉસ ચલાવે છે, જેમાં કેન્સરના દર્દીઓ અને તેમના પરિવારજનો ઓછા ભાડામાં રોકાય છે. ૧૯૮૪માં તેમના પિતાના નિધન પછી મોટી માત્રામાં શેર તેમના અને તેમની પત્નીના નામે ટ્રાન્સફર થયા હતા. જો કે, તેમને અને તેમની પત્નીને શેરબજારની સમજ નહોતી, તેથી ક્યારેય એક્ટિવ ટ્રેડિગ ન કરી.
વર્ષ ૨૦૨૦માં એક મિત્રની સલાહ પર તેમણે ગ્લોબ કેપિટલ માર્કેટ્સ લિમિટેડમાં પોતાના અને તેમની પત્નીના ડિમેટ અને ટ્રેડિગ ખાતું ખોલાવ્યું. વારસામાં મળેલા શેર આ જ કંપનીમાં ટ્રાન્સફર કરી દેવામાં આવ્યા. શરૂઆતમાં બધું સામાન્ય હતું. પછી કંપનીના પ્રતિનિધિઓએ સતત સંપર્કમાં આવવાનું શરૂ થયું અને શહાને વિશ્વાસ અપાવ્યો કે, ટ્રેડિંગ માટે અલગ રોકાણ કરવાની જરૂર નથી. શેર હોલ્ડ કરીને સુરક્ષિત રીતે ટ્રેડ કરી શકાય છે. તેમાં નિયમિત નફો મળશે અને કંપની તરફથી ઙ્કપર્સનલ ગઈડ મળશે. સાથે શેર હોલ્ડ કરીને સુરક્ષિત રીતે ટ્રેડિગ કરી શકાય છે. આ બહાને બે લોકો અક્ષય બારિયા અને કરણ સિરોયાને શહાના પોર્ટફોલિયોને મેનેજ કરવાના નામ પર તહેનાત કરવામાં આવ્યા.
FIR પ્રમાણે આ બે પ્રતિનિધિઓ તેમને દરરોજ ફોન કરીને જણાવતા હતા કે કયો ઓર્ડર લગાવવાનો છે. થોડા સમય બાદ કંપનીના કર્મચારીઓ તેમના ઘરે આવીને લેપટોપથી ઈમેઈલ મોકલવા લાગ્યા. ધીમે-ધીમે પરિસ્થિતિ એટલી વણસી ગઈ કે દરેક OTP તેઓ જ નાખતા હતા, દરેક SMS અને ઈમેઈલ તેઓ જ ખોલતા અને તેનો જવાબ આપતા. શહાને માત્ર એ જ માહિતી આપવામાં આવતી જે તેમને આપવાની હતી. તેમના એકાઉન્ટનું સંપૂર્ણ કંટ્રોલ કંપની પાસે જતું રહ્યું.
માર્ચ ૨૦૨૦થી જૂન ૨૦૨૪ સુધી શહાને કંપની તરફથી જે વિગતો મળતી હતી, તમાં બધુ બરાબર દેખાડવામાં આવતું હતું. સ્ટેટમેન્ટમાં નફો દેખાડવામાં આવતો હતો, તેથી તેમને ક્યારેય શંકા ન ગઈ કે પડદા પાછળ બીજો જ ખેલ ચાલી રહ્યો છે. પરંતુ જુલાઈ ૨૦૨૪માં શહાને ગ્લોબ કેપિટલના રિસ્ક મેનેજમેન્ટ વિભાગથી ફોન આવ્યો અને જણાવ્યું કે તમારા અને તમારી પત્નીના ખાતામાં ૩૫ કરોડનું ડેબિટ બેલેન્સ છે. તમારે તે તાત્કાલિક ભરવું પડશે નહીં તો તમારા શેર વેચાઈ જશે. કંપનીમાં પહોંચ્યા પછી તેમને ખબર પડી કે તેમના ખાતાઓમાં ભારે ટ્રેડિગ કરવામાં આવ્યું છે અને કરોડોના શેર વેચી દેવાયા છે અને અનેક વખત એક પાર્ટી સાથે Circular Trades થઈ છે. એકાઉન્ટને ધીમે-ધીમે નુકસાન તરફ ધકેલી દેવામાં આવ્યું.
પરિવારની સલાહ લીધા પછી શહાએ ખુદ માર્કેટમાં પોતાના શેર વેચી દીધા અને ૩૫ કરોડ ચૂકવી દીધા. તેમણે બાકીના શેર બીજી કંપનીમાં ટ્રાન્સફર કરી દીધા. આ દરમિયાન જ્યારે તેમણે ગ્લોબની વેબસાઈટ પરથી મૂળ સ્ટેટમેન્ટ ડાઉનલોડ કર્યું અને જૂના ઈમેઇલમાં મળેલા સ્ટેટમેન્ટ સાથે તેની સરખામણી કરી ત્યારે ચોંકાવનારી વાત સામે આવી. બંને સ્ટેટમેન્ટમાં મોટું અંતર, ઘણી NSE નોટિસ કંપનીને મળી હતી. કંપનીએ તે નોટિસનો જવાબ શહાના નામે આપ્યો હતો, પરંતુ શહાને આ નોટિસની કોઈ જાણ નહોતી. અસલી ટ્રેડિગ હિસ્ટ્રી ઈમેઈલમાં દર્શાવેલ ડેટાથી બિલકુલ અલગ હતી.
શહાનો દાવો છે કે કંપનીએ ચાર વર્ષ સુધી અમને ખોટી તસવીર દેખાડી, જ્યારે બીજી તરફ વાસ્તવિક નુકસાન સતત વધતું ગયું. હવે તેમણે FIR નોંધાવી છે, અને આર્થિક ગુના શાખા (EOW) એ કેસની તપાસ શરૂ કરી દીધી છે. ભરત શહાએ સમગ્ર કેસને સંગઠિત નાણાકીય છેતરપિડી ગણાવીને કાર્યવાહીની માગ કરી છે. વનરાઈ પોલીસ સ્ટેશનમાં જ્ત્ય્ નોંધવામાં આવી છે જેમાં IPCની ૪૦૯, ૪૨૦, ૪૬૫, ૪૬૭, ૪૬૮, ૪૭૧ અને ૩૪ કલમ સામેલ છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
