હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
‘હસબંડ જોઈએ છે' નવી નવી શિક્ષિકા બનેલી ખુબસૂરત છોકરીએ મૂકી ઓફર
બેરોજગાર છોકરાઓમાંથી કોઈ એક સાથે પણ લગ્ન કરવા તૈયાર છે, કારણ કે તેણે પોતાનું ફયુચર સરકારી નોકરીથી સુરક્ષિત કરી લીધું છે

નવી દિલ્હી,તા.૨૮: સોશિયલ મીડિયા પર એક વીડિયો તાજેતરમાં જોરદાર વાયરલ થયો છે, જેમાં નવી નવી સરકારી સ્કૂલમાં નોકરી મળેલી એક યુવતી દ્વારા બેરોજગાર યુવકોને અનોખી લગ્નની ઓફર કરવામાં આવી છે. આ યુવતીનું નામ પ્રીતિ છે જે એક સરકારી ટીચર તરીકે નિયુક્ત થઈ છે અને તેણે જાહેરમાં ઘોષણા કરી છે કે તે તમારામાંથી કોઈ એકની થનારી પત્ની બની શકે છે અને ખાસ વાત એ કે જેના પાસે નોકરી ન હોય તે પણ ચાલશે.
સામાન્ય રીતે છોકરીના લગ્ન માટે છોકરાએ નોકરી હોવી એ પરિવારની પ્રથમ શરત હોય છે. બેરોજગાર યુવાનો સામે ઘણા સમયથી લગ્નની સમસ્યા ઊભી રહેતી હતી, પરંતુ પ્રીતિના આ નિવેદનને સાંભળીને અનેક યુવકોમાં નવજીવન ફરી ફુંકાઈ ગયેલું લાગી રહ્યું છે.
પ્રીતિ વીડિયોમાં કહે છે કે, મારે તમને કંઈક કહેવું છે, મારું નામ પ્રીતિ છે અને ગુડ ન્યૂઝ એ છે કે તમારામાંથી કોઈ એકની હું થનારી વાઈફ છું. હું સરકારી સ્કૂલમાં TGT ટીચર છું. મારા ફયુચર હસબન્ડને કહેવું છે કે તમે આરામથી કામ કરો, જે તમને ગમે તે કરો, મેં આપણું ફયૂચર સેવ કરી લીધું છે.
પ્રીતિના આ શબ્દોમાં જે આત્મવિશ્વાસ અને હળવું હાસ્ય છે, તેને કારણે કમેન્ટ બોક્સ યુવાનોની મજેદાર પ્રતિક્રિયાઓથી રંગાઈ ગયું. કોઈએ લખ્યું કે ભાઈ આ હવે મારી પત્ની છે, બીજો કોઈ ટ્રાય ન કરશો. તો બીજા એક યુઝરે મજાકમાં લખ્યું કે, પરંતુ ૨૦૨૬માં દુનિયા ખતમ થવાની છે. અન્ય એક યુઝરે લખ્યું કે, ‘‘નસીબદાર હશે જેના લગ્ન આ સરકારી નોકરીવાળી પત્ની સાથે થશે. આ વીડિયો એ બેરોજગાર યુવકો માટે જાણે એક લાઈટહાઉસની જેમ કામ કર્યું છે. રોજગારીની અનિヘતિતા વચ્ચે કોઈએ ખુલ્લેઆમ સ્વીકાર્યું કે નોકરી વગરનો છોકરો પણ લગ્ન માટે યોગ્ય જીવનસાથી હોઈ શકે છે. આ વીડિયો સાચો છે કે પ્રેન્ક તે અંગે ચોક્કસ કહ્યુ નથી, પરંતુ સોશિયલ મીડિયા પર તેમાં ચર્ચા, હાસ્ય અને આઈડિયાલોજી ત્રણેયનો મિશ્રણ જોવા મળી રહ્યું છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
