<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 28th November 2025

પલાશ મુચ્‍છલની કથિત ગર્લફ્રેન્‍ડે કહ્યું હું કોરિયોગ્રાફર નથી, વાયરલ થયેલ વાતચીતને ખોટી રીતે રજૂ કરાઇ

પલાશ સાથે માત્ર એક મહિનાની ટૂંકી વાતચીત રહી હતીઃ ડિકોસ્‍ટા : સ્‍મૃતિ મંધાનાએ પોતાની પ્રોફાઇલમાંથી સગાઇ, લગ્ન સંબંધીત ફોટાઓ ડીલીટ કરી નાખ્‍યા

નવી દિલ્‍હીઃ ભારતની જાણીતી ક્રિકેટર સ્‍મૃતિ મંધાના અને ગાયક પલાશ મુચ્‍છલની ૨૩ નવેમ્‍બરે થનારી લગ્ન વિધિ અનિヘતિકાળ માટે ટાળી દેવામાં આવતા સોશિયલ મીડિયા પર અનેક પ્રકારની અટકળો અને આરોપો ફેલાયા હતા. ખાસ કરીને પલાશ અને કોરિયોગ્રાફર તરીકે ઓળખાવતી એક મહિલાની વાયરલ ચેટ્‍સને લઈ ભારે ચર્ચાઓ થઈ રહી હતી. પરંતુ હવે મેરી ડિકોસ્‍ટાએ ઇન્‍સ્‍ટાગ્રામ પર પોસ્‍ટ મૂકીને મોટું સ્‍પષ્ટીકરણ આપ્‍યું છે કે હું એ કોરિયોગ્રાફર નથી અને વાયરલ થયેલી વાતચીતને ખોટા સંદર્ભમાં રજૂ કરવામાં આવી છે.

તેમણે જણાવ્‍યું કે તેમની પલાશ મુચ્‍છલ સાથે માત્ર એક મહિનાની ટૂંકી વાતચીત રહી હતી. ૨૯ એપ્રિલથી ૩૦ મે ૨૦૨૫ સુધી. તેઓએ સ્‍પષ્ટ કર્યું કે તેઓ ક્‍યારેય પલાશને વ્‍યક્‍તિગત રીતે મળી નથી અને તેમની કોઈપણ ચર્ચા એવી નહોતી કે જેને ખોટા અર્થમાં લેવામાં આવી શકે. મેરી અનુસાર તેમની વચ્‍ચે થયેલી વાતચીતને કોઈએ ખોટી રીતે કોરિયોગ્રાફર તરીકે રજૂ કરી છે, જ્‍યારે તેઓ આ વ્‍યવસાય સાથે કોઈ સંબંધ રાખતી નથી.

ડિકોસ્‍ટાએ પોતાની પોસ્‍ટમાં ઉમેર્યું કે તેઓએ આ વાતચીત જુલાઈમાં જ જાહેર કરી હતી પરંતુ તે સમયે પલાશ અથવા સ્‍મૃતિના લગ્નના મુદ્દે લોકોનું ધ્‍યાન નહોતું, તેથી તે સમાચાર ચર્ચામાં આવ્‍યા ન હતા. તેઓ માને છે કે હવે જ્‍યારે કોરિયોગ્રાફર વિશેની ખોટી અફવાઓ ફેલાઈ રહી છે ત્‍યારે સત્‍ય પ્રકાશમાં લાવવામાં આવવું જરૂરી બની ગયું છે. આ સાથે જ ડિકોસ્‍ટાએ સ્‍પષ્ટ કર્યું કે તે એ છોકરી નથી જેના સાથે પલાશે ‘ધોકો' કર્યો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. તેમણે સ્‍મૃતિ મંધાનાની ખૂબ પ્રશંસા કરતા કહ્યું કે તેઓ ક્‍યારેય કોઈ ષીને દુઃખ થાયે તવું કરે નહીં. તેમણે મીડિયાને વિનંતી કરી કે ખોટા દાવાઓ ન ફેલાવે અને તેમની તસવીરોનો ગેરવપરાશ ન કરે.

આ વચ્‍ચે સ્‍મૃતિ મંધાનાએ પોતાના પ્રોફાઇલમાંથી લગભગ તમામ સગાઈ અને લગ્ન સંબંધિત પોસ્‍ટ્‍સ, ફોટો અને વીડિયો તુરંત હટાવી દીધા છે. તેમની નજીકની મિત્ર અને ભારતીય ખેલાડી જેમિમા રોડ્રિગ્‍સે પણ એંગેજમેન્‍ટના વીડિયો કરી દીધા છે, જે ઘણી વાતો સૂચવે છે.

(1:19 PM IST)