હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
પાક વીમાની રકમ ન મળતા ખેતરમાં ૫૦૦-૫૦૦ની નોટો વાવી દીધી
ખેડૂતનો અનોખો વિરોધ : ગામલોકો અને સોશિયલ મીડિયા પર લોકો તેને ખેડૂતની પીડા અને વ્યવસ્થાની નિષ્ફળતાનો વિરોધ ગણાવી રહ્યા છે

નાગોર તા.૨૮: રાજસ્થાનના નાગૌર જિલ્લાના દેવરિયા જાટાન ગામમાં રહેતા ખેડૂત મલ્લારામ બાવરી હાલમાં સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બન્યા છે. તેનું કારણ છે તેમનો વિરોધ કરવાની અનોખી રીત, જેણે પ્રશાસન અને વીમા કંપનીઓની કાર્યશૈલી પર અનેક સવાલ ઊભા કર્યા છે. મલ્લારામ બાવરીએ પાક વીમા ક્લેમ નહીં મળતા નારાજ થઈને પોતાના ખેતરમાં ૫૦૦-૫૦૦ રૂપિયાની નોટો વાવી દીધી હતી.
ગામલોકો અને સોશિયલ મીડિયા પર લોકો તેને ખેડૂતની પીડા અને વ્યવસ્થાની નિષ્ફળતાનો વિરોધ ગણાવી રહ્યા છે. ખેડૂત દ્વારા ખેતરમાં નોટ વાવવાનો વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, જેના કારણે આ મામલો વધારે ચર્ચામાં આવ્યો છે.
પાક વીમો કરાવ્યો હોવા છતાં ખેડૂતને કોઈ રાહત મળી નહીં. વરસાદથી નુકસાન થયા બાદ તેમણે વીમા કંપનીને ટોલ ફ્રી નંબર પર ફરિયાદ નોંધાવી હતી. પણ કેટલાય દિવસ સુધી કોઈ અધિકારી ઘટનાસ્થળે નિરીક્ષણ કરવા આવ્યા નહીં. મલ્લારામનું કહેવું છે કે તેઓ સતત બેન્ક, વીમા કંપની અને કૃષિ વિભાગના ચક્કર કાપતા રહ્યા. પણ તેમને કંઈ મળ્યું નહીં. ફરિયાદો પર કાર્યવાહી ન થતા અને વળતર ન મળતા તેમણે ખેતરમાં નોટ વાવીને વિરોધ નોંધાવ્યો હતો.
ખેડૂતોએ કહ્યું કે એક ખેડૂતથી વધારે સારી રીતે કોઈ નથી જાણતું કે પૈસા વાવવાથી ઝાડ નથી ઊગતા. પણ તેમની મજબૂરી અને પીડાને સમજાવવા માટે તેમને આ રીત યોગ્ય લાગી. તેમણે પોતાની ઉપજથી મળેલા ૪ હજાર રૂપિયાની ૫૦૦-૫૦૦ની નોટ ખેતરમાં વાવી દીધી અને સિચાઈ પણ કરી દીધી, જેથી અધિકારીઓને એ સમજાવી શકે કે વારંવાર કહેવા છતાં જો રાહત નથી મળતી, તો ખેડૂતો કેટલા લાચાર થઈ જાય છે. તેમણે આ વીડિયો સોશિયલ મીડિયા પર પણ શેર કર્યો છે, જે બાદ તે વાયરલ થઈ ગયો.
ખેડૂત મલ્લારામે જણાવ્યું કે તેમણે કપાસની ખેતી માટે બેન્કમાંથી એક લાખની લોન લીધી હતી. આ સીઝનમાં નાગોરમાં થયેલા સતત વરસાદથી પાક બરબાદ થઈ ગયો. ખેતરમાં ઘૂંટણસમા પાણી ભરાઈ ગયા. ત્યાં સુધી કે કપાસનો પાક લાંબા સમય સુધી પાણીમાં રહેવાથી પાક બળી ગયો.
ખેડૂતનું કહેવું છે કે આખું ખેતર તળાવ બની ગયું. આવી સ્થિતિમાં આખી સિઝન મહેનત કરી અને મહેનતના ફળ સ્વરૂપે ખાલી ૪ હજાર રૂપિયાની નીપજ આવી.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
