હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
મુંબઈ–વડોદરા–મુંબઈ રૂટ પરની ઈન્ડિગો એરલાઈનની ફ્લાઈટ સતત બીજા દિવસે રદ: મુસાફરોને ભારે હાલાકી
ટેક્નિકલ ખામીના કારણે ફ્લાઈટ રદ કરી દેવાઈ : સતત બીજા દિવસે સેવામાં વિક્ષેપ સર્જાતા લોકોમાં નારાજગી

મુંબઈ–વડોદરા–મુંબઈ રૂટ પર ચાલી રહેલી ઈન્ડિગો એરલાઈનની સવારની ફ્લાઈટ 6E-5126/6087 સતત બીજા દિવસે રદ થતાં મુસાફરો મુશ્કેલીમાં મુકાયા હતા. શુક્રવારે ઓપરેશનલ કારણોસર ફ્લાઈટ રદ કરાઈ હોવાનું એરલાઈન સંચાલન દ્વારા જણાવાયું છે, જ્યારે ગતરોજ ગુરુવારે પણ ટેક્નિકલ ખામીના કારણે ફ્લાઈટ રદ કરવામાં આવી હતી. સતત બીજા દિવસે સેવામાં વિક્ષેપ સર્જાતા લોકોમાં નારાજગી જોવા મળી રહી છે.
ગુરુવારે મુંબઈથી વડોદરા આવવાની રાત્રે 8:05 વાગ્યાની ફ્લાઈટ પણ ટેક્નિકલ ફોલ્ટના કારણે રદ થઈ હતી. પરિણામે વડોદરાથી મુંબઈ જવાની ફ્લાઈટ પણ સ્વાભાવિક રીતે રદ કરવી પડી હતી. મુસાફરોને મુશ્કેલી ન પડે તે માટે વિમાન કંપનીએ અન્ય શહેરથી ફ્લાઈટમાં મોકલવાની અથવા સંપૂર્ણ રિફંડની બે વિકલ્પની વ્યવસ્થા ઉપલબ્ધ કરી હતી. મુસાફરોને ફ્લાઈટ રદ અંગેની જાણ એરપોર્ટ અને કંપની દ્વારા અગાઉથી કરવામાં આવી હોવા છતાં ઘણા લોકોના ટ્રાવેલ પ્લાન પર અસર થઈ હતી.
આજે શુક્રવારે પણ તે જ રૂટ પર ચાલતી સવારની ફ્લાઈટ 6E-5126/6087 રદ થતાં વડોદરા મુસાફરો ફરીથી પરેશાન થયા હતા. ઈન્ડિગોની મુંબઈથી વડોદરા માટેની ફ્લાઈટ 6E-5126નું શિડ્યુઅલ પ્રસ્થાન સમય 06:20 AM, વડોદરા આગમન 07:20 AM છે, જ્યારે વડોદરાથી પરત મુંબઈ જતી ફ્લાઈટ 6E-6087 રાત્રે 20:40 PM વાગ્યે નીકળવાની અને 21:55 PMએ પહોંચવાની હતી. લગભગ એક કલાકથી વધુ સમયની આ બંને ફ્લાઈટો રદ થતા મુસાફરોને છેલ્લા બે દિવસથી વિકલ્પિક રૂટ શોધવા મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.
ફક્ત ઈન્ડિગો જ નહીં, પરંતુ શુક્રવારે ગુજરાત રાજધાની માટેની વડોદરા–દિલ્હી ફ્લાઈટ પણ 25 મિનિટ મોડી રહી હતી, તેમજ વડોદરા–મુંબઈ એર ઈન્ડિયા ફ્લાઈટ પણ અડધો કલાક વિલંબથી ઉડ્ડયન કરી હતી. એરપોર્ટ પર વિમાન વિલંબ અને રદબાતલની સારવારમાં મુસાફરોને લાંબી રાહ જોવી પડી હતી. સતત રદ અને વિલંબની પરિસ્થિતિએ મુસાફરોમાં ચિંતા અને અસંતોષ વધ્યો છે, ત્યારે એરલાઈન સંચાલન દ્વારા સર્વિસ નિયમિત કરવા પ્રયાસો ચાલી રહ્યા હોવાનું જાણવા મળ્યું છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
