હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
વડાપ્રધાન મોદીએ પોતાના હાથે બ્લાઈન્ડ વિમેન ક્રિકેટર્સનું મોઢું મીઠું કરાવ્યું

નવી દિલ્હીઃ પ્રથમ વિમેન્સ બ્લાઈન્ડ વિમેન્સ ટી૨૦ ક્રિકેટ વર્લ્ડ કપ વિજેતા ભારતીય ટીમે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નિવાસસ્થાને શુભેચ્છા-મુલાકાત કરી હતા. તમામ બ્લાઈન્ડ મહિલા ક્રિકેટર્સ પોતાના મેડલ સહિત બ્લાઈન્ડ ક્રિકેટ એસોસિએશનના લોગો સાથે ચેમ્પિયન્સ લખેલો કોટ પહેરીને વડા પ્રધાનને મળવા પહોંચી હતી. વડા પ્રધાન શ્રી મોદીએ પ્લેયર્સને હાથમાં પકડાવીને જ ગ્રુપ-ફોટો પડાવ્યો હતો. આ પહેલાં મેન્સ ટી૨૦ વર્લ્ડ કપ ૨૦૨૪ અને વિમેન્સ વન-ડે વર્લ્ડ કપ ૨૦૨૫ની વિજેતા ભારતીય ટીમ સાથેની મુલાકાત દરમ્યાન પણ ચેમ્પિયન્સના હકની ટ્રોફીને અડકી નહોતી. બ્લાઈન્ડ વિમેન્સ ટીમની પ્લેયર્સે પોતાના ઓટોગ્રાફવાળું બેટ નરેન્દ્રભાઈ મોદીને ગિફટ કર્યુ હતું. બ્લાઈન્ડ ટીમે પોતાના સ્પેશ્યલ ક્રિકેટ-બોલ પર નરેન્દ્રભાઈ મોદીના ઓટોગ્રાફ પણ લીધા હતા. મુલાકાતના અંતે વડા પ્રધાને તમામ ચેન્પિયન પ્લેયર્સને પોતાના હાથે મીઠાઈ ખવડાવી હતી. વડા પ્રધાનના હાથે મોઢું મીઠું કરીને કેટલીક પ્લેયર્સ ભાવુક થઈ ગઈ હતી









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
