હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
ગુજરાતમાં ઠંડીનો પ્રકોપ વધશેઃ ૪૮ કલાક બાદ તાપમાનમાં ૨ થી ૩ ડિગ્રીનો વધુ ઘટાડો થવાની હવામાન વિભાગની આગાહી
ઉત્તરાખંડમાં થયેલી હિમવર્ષાની અસર ગુજરાત સહિત પશ્ચિમ ભારતમાં જોવા મળીઃ ડિસેમ્બરના પ્રારંભે ઠંડીમાં નોંધપાત્ર વધારો થશેઃ ૪ ડિસેમ્બર સુધી વાદળછાયું વાતાવરણ રહેવાની શકયતાઃ ‘ચક્રવાત દિત્વાહ'ને કારણે દક્ષિણ ભારતમાં ભારે વરસાદની ચેતવણી

રાજકોટ, તા.૨૯: દેશમાં શિયાળુ સિઝનનો સત્તાવાર પ્રારંભ થઈ ચૂકયો છે. ઉત્તરાખંડના પહાડી વિસ્તારોમાં થયેલી હિમવર્ષાને કારણે ઉત્તર ભારત તરફથી ઠંડા પવનો ફૂંકાઈ રહ્યા છે, જેની સીધી અસર ગુજરાત સહિત સમગ્ર પヘમિ ભારત પર વર્તાઈ રહી છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે ડિસેમ્બર મહિનાની શરૂઆતથી જ રાજ્યમાં ઠંડીનું જોર નોંધપાત્ર રીતે વધશે.
ગુજરાતમાં તાપમાનનો પારો ગગડ્યો. છેલ્લા ૨૪ કલાકમાં ગુજરાતના મોટાભાગના જિલ્લાઓમાં લઘુત્તમ તાપમાનમાં ૧ થી ૨ ડિગ્રીનો વધારો નોંધાયો છે. કચ્છના નલિયામાં ૧૫ ડિગ્રી છે.
આગામી ૪૮ કલાક બાદ ઠંડીનું જોર વધશેઃ હવામાન વિભાગની આગાહી મુજબ, આગામી ૪૮ કલાક બાદ રાજ્યના તાપમાનમાં ફરી એકવાર ૨ થી ૩ ડિગ્રીનો ઘટાડો થવાની સંભાવના છે.
હવામાનઃ આગામી ૨૪ કલાક માટે રાજ્યમાં શુષ્ક હવામાન રહેવાની આગાહી છે.
વાદળછાયું વાતાવરણઃ ૪ ડિસેમ્બર સુધી રાજ્યના અમુક ભાગોમાં વાદળછાયું વાતાવરણ રહેવાની શકયતા છે. ડિસેમ્બરની શરૂઆત સાથે રાત્રીના તાપમાનમાં મોટો ઘટાડો થશે.
ઉત્તર ભારતમાં શીત લહેર
રાજસ્થાન, મધ્યપ્રદેશ, પંજાબ, હરિયાણા અને ઉત્તર પ્રદેશ સહિતના રાજ્યોમાં ઠંડીનો પ્રકોપ વધ્યો છે. રાજસ્થાનના ૧૨ જિલ્લાઓમાં તાપમાન ૧૦ ની નીચે નોંધાયું છે, જેમાં સીકરમાં સૌથી ઓછું ૭ તાપમાન રહ્યું હતું. મધ્યપ્રદેશના રાજગઢમાં પણ પારો ૭ સુધી ગગડ્યો છે.
ચક્રવાત ‘દિત્વાહ'નું સંકટ
દરમિયાન, બંગાળની ખાડીમાં શ્રીલંકાના પોટ્ટુવિલ નજીક રચાયેલું ચક્રવાત દિત્વાહ (Cyclone Ditwah) હાલ ઉત્તર-ઉત્તરપヘમિ દિશામાં આગળ વધી રહ્યું છે IMD અનુસાર, ૩૦ નવેમ્બર સુધીમાં આ સિસ્ટમ તમિલનાડુ-પુડુચેરીના દરિયાકાંઠે પહોંચી શકે છે. તમિલનાડુ, કેરળ, દક્ષિણ આંધ્રપ્રદેશ અને પુડુચેરીમાં ભારેથી અતિ ભારે વરસાદની ચેતવણી જારી કરવામાં આવી છે










છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
