હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
ઘોર કળિયુગઃ ૫ બાળકોની માતાએ પતિને છોડ્યો, ભાગલા પાડી ૩ બાળકો સાથે પ્રેમી પાસે જતી રહી
પાંચ બાળકોની માની આ લવ સ્ટોરી લલિતપુર જિલ્લાના પાલી વિસ્તારની છે

લલિતપુર તા.૨૯: ઉત્તર પ્રદેશના લલિતપુર જિલ્લામાંથી એક પરિણીત મહિલાના પ્રેમ પ્રસંગનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે, જેમાં પતિને છોડતા પહેલા મહિલાએ પોતાના પાંચ બાળકોના ભાગલા કરી નાખ્યા. મહિલા ત્રણ બાળકોને પોતાની સાથે લઈ ગઈ, જ્યારે બે બાળકો પતિને સોંપી દીધા.
આ મહિલા તેના જ ફળિયામાં રહેતા એક શખ્સના પ્રેમમાં પડી, આ મહિલાને પોલીસ સ્ટેશનમાં પણ સમજાવવાની ઘણી કોશિશ કરી, પણ તેના પર કોઈ અસર થઈ નહીં. સૌથી વધારે તકલીફ બાળકોને થઈ, જે મા અને બાપની વચ્ચે વહેંચાઈ ગયા. તમામ પાંચ બાળકોની ઉંમર દસ વર્ષથી ઓછી છે.
પાંચ બાળકોની માની આ લવ સ્ટોરી લલિતપુર જિલ્લાના પાલી વિસ્તારની છે. પાલી ફળિયાના યુવક સાથે ૧૫ વર્ષ પહેલા આ મહિલાના લગ્ન થયા હતા. લગ્ન બાદ ચાર દીકરીઓ અને છેલ્લે એક દીકરો થયો. તમામ બાળકો દસ વર્ષથી ઓછી ઉંમરના છે. સૌથી નાના દીકરાની ઉંમર દોઢ વર્ષ છે.
આ લવ સ્ટોરીનો ખુલાસો ત્યારે થયો, જ્યારે થોડા મહિના પહેલા મહિલા પોતાના ઘરેથી ગાયબ થઈ ગઈ હતી. પતિને જાણવા મળ્યું કે આ મહિલા તેમના જ ફળિયાના કોઈ શખ્સના ઘરમાં રહે છે. તેના પર પતિએ સ્થાનિક પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી. પોલીસ સ્ટેશનમાં બંને પક્ષને બોલાવ્યા.
ચોકીમાં મહિલાએ પોતાના પ્રેમી સાથે જીવવાની જીદ પકડી. આ દરમ્યાન સૌથી મોટો સવાલ હતો પાંચ બાળકોની દેખરેખનો. મહિલાએ બે દીકરી અને એક દીકરાને પોતાની સાથે રાખવાની જવાબદારી લઈ લીધી. બીજી તરફ પતિના ભાગમાં બે દીકરીઓ આવી. બાળકોના ભાગલા બાદ મહિલા ત્રણ બાળકોને લઈને પ્રેમી સાથે રહેવા જતી રહી.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
