<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 29th November 2025

ભારે કરી! સુહાગરાત પર દુલ્‍હન ખાલી વાતો કરી ટાઈમપાસ કરતી, વરરાજાનો ‘‘બાટલો ફાટતા'' માથામાં હથોડો મારી લોહીલુહાણ કરી નાખી

ચેન્નાઈમાંથી એક એવો કિસ્‍સો સામે આવ્‍યો છે, જેણે સૌના પરસેવા છોડાવી દીધા

ચેન્નાઇ તા.૨૯: ચેન્નાઈમાંથી એક એવો કિસ્‍સો સામે આવ્‍યો છે, જેણે સૌના પરસેવા છોડાવી દીધા છે. એક સામાન્‍ય માણસ, જેણે મોટા સપના જોયા અને કેટલીય આશાઓ સાથે લગ્ન કર્યા. લગ્ન બાદ સુહાગરાતની પણ ધૂમધામથી તૈયારીઓ કરી હતી. પરિવારના લોકોએ દુલ્‍હનનું શાનદાર રીતે સ્‍વાગત પણ કર્યું પણ જ્‍યારે સુહાગરાતનો સમય આવ્‍યો તો દુલ્‍હને વરરાજાને એક એવી વાત કહી, જેને કારણે વરરાજાનો પિત્તો ગયો. ત્‍યાર બાદ જે કાંડ કર્યો તે જાણી સૌના હોશ ઉડી ગયા. આવો જાણીએ શું છે આ સમગ્ર મામલો.

હકીકતમાં જોઈએ તો, આ મામલો ચેન્નાઈના પુરાસૈવક્કમના પાર્થસારથી સ્‍ટ્રીટનો છે. અહીં રહેલા ઓગસ્‍ટીન જોશુઆએ એક વેબસાઈટ દ્વારા તિરુવલ્‍લૂરની ૨૪ વર્ષની છોકરી સાથે મુલાકાત કરી. બંનેએ પહેલી જ મુલાકાતમાં એકબીજાને પસંદ કર્યા અને વડીલોની હાજરીમાં લગ્ન કર્યા. જોશુઆએ આ લગ્ન દહેજ લીધા વિના કર્યા હતા. જેના કારણે દુલ્‍હનના પરિવારમાં પણ ખુશીનો માહોલ હતો. તેમના લગ્ન ૨૩ નવેમ્‍બરના રોજ ધૂમધામથી થયા હતા. લગ્નની તમામ વિધિ પૂરી કર્યા બાદ વરરાજા દુલ્‍હનને ઘરે લઈ આવ્‍યા. પરિવારના સભ્‍યોએ દુલ્‍હનનું શાનદાર રીતે સ્‍વાગત પણ કર્યું.

જ્‍યારે લગ્ન બાદ પહેલી રાત, વરરાજો જોશુઆ અને દુલ્‍હન બેડરૂમમાં ગયા. અરેન્‍જ મેરેજ હોવાના કારણે દુલ્‍હન પહેલા વાતો કરી એકબીજાને સમજવા માગતી હતી, પણ વરરાજાએ તરત શારીરિક સંબંધ બાંધવાની જીદ પકડી. પણ જ્‍યારે દુલ્‍હને ના પાડી દીધી તો જોશુઆને આ વાત જરાં પણ ગમી નહીં. જોશુઆ દુલ્‍હન પર ગુસ્‍સે થઈ ગયો અને બીજા રૂમમાં જઈ હથોડો લાવ્‍યો અને દુલ્‍હનના માથા પર માર્યો.

આ હુમલાથી દુલ્‍હન લોહીલુહાણ થઈ ગઈ અને લોહીથી લથબથ થઈને પડી ગઈ. જોશુઆને લાગ્‍યું કે તે મરી ગઈ, તે ત્‍યાંથી ભાગી ગયો. સવારે દુલ્‍હનના સાસરિયાવાળા રૂમમાં ગયા અને પોતાની વહુને લોહીથી લથબથ જોઈ ચોંકી ગયા. તેને તાત્‍કાલિક સારવાર માટે હોસ્‍પિટલમાં લઈ ગયા. હાલમાં તેની સારવાર ચાલી રહી છે.

પોલીસે હવે આ કેસ નોંધી તપાસ શરુ કરી દીધી છે. આ ભયાનક ઘટના બાદ જોશુઆ વિશે કેટલાય ખુલાસા થયા છે. દુલ્‍હને પોલીસ અને પરિવારને જણાવ્‍યું કે તેના પતિને કેટલીય મહિલાઓ સાથે આડા સંબંધ છે. પોલીસ ફરાર આરોપી ઓગસ્‍ટીન જોશુઆની શોધી રહી છે અને આ કેસમાં તપાસ ચાલી રહી છે.

(9:58 AM IST)