<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 29th November 2025

ગુજરાત-હરિયાણા-રાજસ્‍થાન તો અમારા છે

પાકિસ્‍તાનના મંત્રીનો બફાટ

ઈસ્‍લામાબાદ,તા.૨૯: ભારતના રક્ષામંત્રી રાજનાથ સિહે સિધની સચ્‍ચાઈ શું બતાવી, પાકિસ્‍તાનના નેતા એટલી હદે બકવાસ કરવા લાગ્‍યા છે કે કંઈ પણ બબડીને પોતાની આબરું બચાવી રહ્યા છે. શહબાઝના એક મંત્રીએ તો કાશ્‍મીર છોડો ભારતના બીજા રાજ્‍યોને લઈને પણ ફેંકમફેંક કરવાનું શરુ કરી દીધું છે. સિંધની વિધાનસભામાં બોલતા પાકિસ્‍તાનના શિક્ષણ, કલ્‍ચર અને ટુરિઝમ મંત્રી સૈયદ સરદાર શાહે ગુજરાત, હરિયાણા અને રાજસ્‍થાન પર વાહિયાત દાવો ઠોકી દીધો છે. શિક્ષણ મંત્રી હોવા છતાં પણ સરદાર શાહે એવી બકવાસો કહી હતી, જે બાદ સોશિયલ મીડિયા પર લોકોને પાકિસ્‍તાનના બાળકોના ભવિષ્‍યની ચિંતા થવા લાગી છે. ગુજરાત, હરિયાણા અને રાજસ્‍થાન આપણા છે. અમે તે સાબિત કરીશું, એમ તેમણે કહ્યું.

સૈયદ સરદાર અલી શાહ આજ સિધ અસેંબલીમાં અમુક વાતો ગોખીને આવ્‍યા હતા, પણ રસ્‍તામાં જ ફેક્‍ટ્‍સના વટાણા વેરાઈ ગયા. તેમણે પોતાની સ્‍પીચમાં રાજનાથ સિંહને જવાબ આપતા કહ્યું કે દિલ્‍હી-બોમ્‍બેમાં બેસીને નિવેદન ન આપો, અહીં કોઈ મરાઠી બોલવાવાળા નથી. ત્‍યાં પણ અમારા બોલવાવાળા બેઠા છે અને અમે દાવો કરી શકીએ છીએ કે કાશ્‍મીર જ નહીં ઐતિહાસિક રીતે રાજસ્‍થાન, ગુજરાત અને હરિયાણા પણ પાકિસ્‍તાનના છે. તેમણે વાદી-એ-સિંધનો ઈતિહાસ બતાવતા કેટલીય બુકના નામ લીધા અને બધી વાતમાં બફાટ કરવા લાગ્‍યા.

આપને જણાવી દઈએ કે, રાજનાથ સિહે દિલ્‍હીમાં મીડિયા સાથે વાત કરતા પાકિસ્‍તાનને ચેતવણી આપી હતી કે આજે સિધની ભૂમિ ભલે ભારતનો ભાગ નથી, પણ સભ્‍યતાની દ્રષ્ટિએ સિંધ હંમેશા ભારતનો ભાગ રહેશે. તેમણે સ્‍પષ્ટ કહી દીધું કે સીમાઓ કોઈ પણ સમયે બદલાઈ શકે છે, શું ખબર કાલે સિંધ ભારતમાં પાછું આવી જાય. તેમણે અડવાણીજીની એક બુક વિશે વાત કરતા કહ્યું કે સિંધૂ હિન્‍દુ, ખાસ કરીને તેમની પેઢીના લોકો, હજુ પણ સિંધને ભારતથી અલગ હોવાનું સહન કરી શકતા નથી.

(1:25 PM IST)