હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
વિદેશમાં પ્રોપર્ટી ધરાવનારા લોકો માહિતી નહીં આપે તો વર્ષે રૂ.૧૦ લાખનો દંડ થશે
વિદેશમાં મેળવેલી મિલકતની વિગતો ફાઇલ કરવાની છેલ્લી તા.૩૧ ડિસેમ્બર કાર્યવાહી શરૂ થાય તે પહેલાં કરદાતાને ભૂલ સુધારવાની અને વિગતો આપવાની તક

મુંબઈ,તા.૨૯: આવકવેરા વિભાગ વિદેશમાં પોતાની સંપત્તિ વિશે માહિતી ન આપનારાઓ સામે કડક પગલાં લેવાની તૈયારી કરી રહ્યું છે. આ કારણે આવકવેરા વિભાગે કરદાતાઓને તેમની વિદેશી સંપત્તિની માહિતી આપવા માટે ૩૧ ડિસેમ્બર સુધીની મુદત આપી છે. આ મુદત પછી પણ વિગતો આપવામાં નહીં આવે અને આવકવેરા વિભાગ કાર્યવાહી કરશે. કરદાતાને વાર્ષિક રૂ.૧૦ લાખનો દંડ, ૩૦% ટેક્સ અને તે ટેક્સ પર વધારાનો ૧૦૦% દંડ ફટકારવામાં આવશે.
ભારતમાં રહેતા હોવા છતાં વિદેશમાં મિલકત ખરીદી હોય અથવા અન્ય કોઈ રીતે વિદેશમાંથી આવક ધરાવતા હો, તો કરદાતા માટે આવકવેરા રિટર્ન (ITR) માં તેની વિગતો આપવી ફરજિયાત છે. પરંતુ ઘણા લોકો દ્વારા આવી માહિતી ન અપાતા CBDT એ કરદાતાને તેમની વિદેશી સંપત્તિ અને આવકની માહિતી આપવા માટે એક તક આપી છે. આ માટે કરદાતાએ ફાઈલ કરેલા IT રિટર્નમાં સુધારો કરીને ૩૧મી ડિસેમ્બર સુધીમાં વિગતો આપવી પડશે. માહિતી નહીં મળે તો વિભાગ પગલાં લેશે. જેમાં વિદેશમાં મિલકત ધરાવનારાઓ પર દર વર્ષે ૧૦ લાખ રૂપિયાનો દંડ, સાથે ૩૦% ટેક્સ અને ૩૦% ટેક્સ પર વધારાનો ૧૦૦% દંડ વસૂલવામાં આવશે.










છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
