<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 29th November 2025

નોકરીની લાલચ આપી યુવતીને બોસે બે મિત્રો સાથે મળી ફસાવીઃ ઓફિસમાં બળાત્‍કાર

પીડિતાને ઠંડા પીણામાં ભેળવેલા ડ્રગથી બેભાન કરવામાં આવી હતી, ત્‍યારબાદ બંને પુરુષોએ વારાફરતી તેના પર બળાત્‍કાર કર્યો હતો : મુંબઈના અંધેરી વિસ્‍તારમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવીઃ મુખ્‍ય આરોપી પીડિતાના બોસની ધરપકડ કરવામાં આવી

મુંબઈ,તા.૨૯: મુંબઈના અંધેરી વિસ્‍તારમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. ૨૨ વર્ષીય કોલેજ વિદ્યાર્થિની પર તેના બોસની મદદથી બે પુરુષોએ સામૂહિક બળાત્‍કાર ગુજાર્યો હોવાનો આરોપ છે. પોલીસે આ કેસમાં ૩૧ વર્ષીય સ્‍ટ્રગલિગ મોડલની ધરપકડ કરી છે, જ્‍યારે બે અન્‍ય આરોપીઓ હજી પણ ફરાર છે. એવો આરોપ છે કે પીડિતાને ઠંડા પીણામાં ભેળવેલા ડ્રગથી બેભાન કરવામાં આવી હતી, ત્‍યારબાદ બંને પુરુષોએ વારાફરતી તેના પર બળાત્‍કાર કર્યો હતો. વધુમાં, આરોપીઓએ તેના અશ્‍લીલ વીડિયો અને ફોટોગ્રાફસ પણ બનાવ્‍યા હતા. રિયાદ મુજબ, આરોપી મોડલે કોલેજની વિદ્યાર્થીનીને કોઈ નશીલા પદાર્થ ભેળવેલું કોલ્‍ડડ્રિક પીવડાવ્‍યું. તે પીધા પછી, વિદ્યાર્થીની બેભાન થઈ ગઈ. ત્‍યારબાદ તેના બોસ (મોડલ) એ તેના બે મિત્રોને રૂમમાં બોલાવ્‍યા. એવો આરોપ છે કે તેઓએ પીડિતા પર બેભાન હાલતમાં બળાત્‍કાર ગુજાર્યો હતો. મુખ્‍ય આરોપી, પીડિતાના બોસની ધરપકડ કરવામાં આવી છે. બે ફરાર શંકાસ્‍પદોને શોધવા માટે પોલીસની ઘણી ટીમો બનાવવામાં આવી છે. પોલીસ લોજમાંથી સીસીટીવી ફૂટેજ અને અન્‍ય ટેકનિકલ કડીઓના આધારે વધુ તપાસ કરી રહી છે.

પોલીસના જણાવ્‍યા અનુસાર, પીડિતા અંધેરીની રહેવાસી છે અને આરોપી મોડલની ઓફિસમાં પાર્ટ-ટાઇમ કામ કરતી હતી. આરોપી મહિલાએ તેને કહ્યું કે તેમની ઓફિસ થોડા દિવસો માટે અંધેરીના જેબી નગરમાં એક લોજમાં સ્‍થળાંતરિત થઈ રહી છે. તેથી, પીડિતા ત્‍યાં કામ કરવા ગઈ હતી. ઘટનાના દિવસે, ફક્‍ત પીડિતા અને આરોપી મોડલ જ હાજર હતા.

ફરિયાદ મુજબ, આરોપી મોડલે કોલેજની વિદ્યાર્થીનીને કોઈ નશીલા પદાર્થ ભેળવેલું કોલ્‍ડડ્રિક પીવડાવ્‍યું. તે પીધા પછી, વિદ્યાર્થીની બેભાન થઈ ગઈ. ત્‍યારબાદ તેના બોસ (મોડલ) એ તેના બે મિત્રોને રૂમમાં બોલાવ્‍યા. એવો આરોપ છે કે તેઓએ પીડિતા પર બેભાન હાલતમાં બળાત્‍કાર ગુજાર્યો હતો.

જ્‍યારે પીડિતાને ભાન આવ્‍યું, ત્‍યારે તે બે અજાણ્‍યા માણસોથી ઘેરાયેલી જોવા મળી. ત્‍યારબાદ તેના બોસે તેને તેના ફોટા અને વીડિયો બતાવીને ધમકી આપી. ગભરાયેલી વિદ્યાર્થીની ભાગી જવામાં સફળ રહી અને તે રાત્રે અંધેરી પોલીસ સ્‍ટેશનમાં ફરિયાદ નોંધાવવા ગઈ.

ફરિયાદ મળતાં, ડીસીપી દત્તા નલાવડેના માર્ગદર્શન હેઠળ અંધેરી પોલીસે તાત્‍કાલિક કાર્યવાહી કરી. પોલીસે આરોપી મોડલ અને તેના બે સાથીઓ વિરુદ્ધ ગેન્‍ગરેપ, ડ્રગ્‍સ રાખવા અને અન્‍ય ગંભીર આરોપો હેઠળ કેસ નોંધ્‍યો.

મુખ્‍ય આરોપી, પીડિતાના બોસની ધરપકડ કરવામાં આવી છે. બે ફરાર શંકાસ્‍પદોને શોધવા માટે પોલીસની ઘણી ટીમો બનાવવામાં આવી છે. પોલીસ લોજમાંથી સીસીટીવી ફૂટેજ અને અન્‍ય ટેકનિકલ કડીઓના આધારે વધુ તપાસ કરી રહી છે.

(10:41 AM IST)