<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 29th November 2025

રાજસ્થાનના રાજકારણમાં ગરમાવો: મંત્રીમંડળમાં ફેરબદલની અટકળો તેજ, અનેક મંત્રીઓની ખુરશી જોખમમાં

જયપુરથી આવી રહેલા અહેવાલો મુજબ રાજસ્થાન સરકારમાં મોટાપાયે ઉથલપાથલ થવાની સંભાવના છે. રાજ્યમાં મંત્રીમંડળના વિસ્તરણ અને ફેરબદલની ચર્ચાઓએ જોર પકડ્યું છે, જેના કારણે સત્તાના ગલિયારાઓમાં ભારે હલચલ જોવા મળી રહી છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર, સરકારની કામગીરી સુધારવા અને આગામી રણનીતિના ભાગરૂપે કેટલાક મંત્રીઓને પડતા મૂકવામાં આવી શકે છે. જે મંત્રીઓના પરફોર્મન્સ નબળા રહ્યા છે અથવા જેમની સામે ફરિયાદો છે, તેમની ખુરશી અત્યારે જોખમમાં હોવાનું મનાય છે. હાઈકમાન્ડ દ્વારા મંત્રીઓના રિપોર્ટ કાર્ડ તૈયાર કરવામાં આવ્યા છે અને તેના આધારે જ નવા ચહેરાઓને તક આપવા માટે જૂના જોગીઓની હકાલપટ્ટી થઈ શકે છે. આ ફેરબદલથી રાજ્યના રાજકીય સમીકરણો બદલાય તેવી શક્યતા છે.

(10:53 AM IST)