હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Saturday, 29th November 2025
બ્લેક સીમાં મોટી હોનારત ટળી: બે ઓઈલ ટેન્કરો પર હુમલો, સદનસીબે તમામ ક્રૂ મેમ્બર્સ સુરક્ષિત

આંતરરાષ્ટ્રીય જળસીમામાં ફરી એકવાર તણાવનો માહોલ સર્જાયો છે. જ્યોર્જિયા, તુર્કી, યુક્રેન, રશિયા, રોમાનિયા અને બલ્ગેરિયા જેવા દેશોથી ઘેરાયેલા ‘બ્લેક સી’ (કાળો સમુદ્ર) વિસ્તારમાં બે મોટા ઓઈલ ટેન્કરો પર હુમલો થયાના અહેવાલ છે.
મળતી માહિતી મુજબ, ‘કેરોસ’ અને ‘વિરાટ’ નામના બે તેલ ટેન્કરો જ્યારે બ્લેક સીમાંથી પસાર થઈ રહ્યા હતા ત્યારે તેમને નિશાન બનાવવામાં આવ્યા હતા. આ વિસ્તાર યુદ્ધગ્રસ્ત દેશોની નજીક હોવાથી અહીં સતત જોખમ તોળાયેલું રહે છે. જોકે, રાહતના સમાચાર એ છે કે આ હુમલામાં જહાજ પર સવાર તમામ ક્રૂ મેમ્બરો સુરક્ષિત છે અને કોઈ જાનહાનિના સમાચાર નથી. આ ઘટના બાદ આંતરરાષ્ટ્રીય શિપિંગ રૂટ પર સુરક્ષાને લઈને ચિંતામાં વધારો થયો છે.
(10:44 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
