<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 29th November 2025

હરિદ્વારમાં ૧૪મી જાન્‍યુઆરી-૨૦૨૭થી અર્ધકુંભનો શુભારંભ થશે

કુલ ૯૭ દિવસના ભવ્‍ય કુંભ મેળામાં કુલ ચાર પ્રમુખ શાહી સ્‍નાન થશે મુખ્‍યમંત્રી અને ૧૩ અખાડાઓની બેઠકમાં સર્વસંમતિથી નિર્ણય લેવાયો

દહેરાદૂન,તા.૨૯: ઉતરાખંડમાં હરિદ્વાર ખાતે યોજાનાર અર્ધકુંભને લઈને તૈયારીઓ શરુ થઈ ગઈ છે. વર્ષ ૨૦૨૭માં યોજાનાર અર્ધકુંભ મેળા માટે તમામ તિથિઓ(તારીખો)જાહેર કરાઈ છે. આ અંતર્ગત ૧૪મી જાન્‍યુઆરી ૨૦૨૭થી અર્ધકુંભ શરુ થશે અને આ જ દિવસે પ્રથમ સ્‍નાન થશે.

કુલ ૯૭ દિવસના ભવ્‍ય કુંભ મેળામાં કુલ ચાર પ્રમુખ શાહી સ્‍નાન થશે. એપ્રિલ-૨૦૨૭માં કુંભનું સમાપન થશે. વર્ષ ૨૦૨૧માં હરિદ્વારમાં પૂર્ણ કુંભ યોજાયો હતો. પરંતુ ઉતરાખંડ સરકાર ૨૦૨૭માં યોજાનાર અર્ધકુંભને પણ પૂર્ણ કુંભની જેમ ઉજવવા ઈચ્‍છે છે. એટલા માટે જ અર્ધકુંભને લઈને તૈયારીઓ લગભગ એક વર્ષ પહેલાંથી જ શરુ કરાઈ છે.

આ વખતે રાજ્‍ય સરકાર અને સંતોની સહમતિથી આ અર્ધકુંભને મહાકુંભનું નામ આપવામાં આવી રહ્યું છે. જોકે, તેને લઈને કેટલાક સંતોએ વિરોધ પણ વ્‍યક્‍ત કર્યો હતો. પરંતુ વિચારવિમર્શમાં છેવટે તમામ બાબતો પર સંતોએ સહમતિ વ્‍યક્‍ત કરી છે. મુખ્‍યમંત્રી ધામીએ કહ્યું કે, કુંભ મેળો ખૂબ સારી રીતે યોજાશે. જે કોઈ ભક્‍તો દેશભરમાંથી અહીં આવશે, એ તમામ સારા અનુભવો લઈને અહીંથી જશે, આ માટે વહીવટીતંત્રની લ્લષ્ટિએ અમારી તમામ તૈયારીઓ આગળ વધી રહી છે.

અર્ધકુંભ ૨૦૨૭ માટે

સ્‍નાનની તારીખો

૧૪ જાન્‍યુઆરી પ્રથમ શાહી સ્‍નાન, ૬ ફેબ્રુઆરી મૌની અમાવસ, ૧૧ ફેબ્રુઆરી વસંત પંચમી, ૨૦  ફેબ્રુઆરી માઘ પૂનમ, ૬ માર્ચ મહાશિવરાત્રિ અમૃત સ્‍નાન, ૮ માર્ચ ફાગણ અમાવસ અમૃત સ્‍નાન, ૭ એપ્રિલ નવ સંવત્‍સર, ૧૪ એપ્રિલ રામનવમી, ૨૦ એપ્રિલ ચૈત્ર પૂનમ અમૃત સ્‍નાન

(10:52 AM IST)