<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 29th November 2025

એસઆઈઆરની સમય મર્યાદા પૂરી થવામાં હવે માત્ર ૬ દિવસ બાકી: ૮૪% મતદારોને દસ્તાવેજો રજૂ કરવામાંથી મુક્તિ

મતદાર યાદી સુધારણા કાર્યક્રમ એટલે કે એસઆઈઆરની કામગીરી હવે તેના અંતિમ તબક્કામાં પહોંચી છે. આ પ્રક્રિયા પૂર્ણ થવા માટે હવે માત્ર ૬ દિવસ જેટલો સમય બાકી રહ્યો છે ત્યારે તંત્ર દ્વારા કામગીરીને વેગ આપવામાં આવ્યો છે.

આ પ્રક્રિયામાં મતદારો માટે એક મોટી રાહતના સમાચાર પણ સામે આવ્યા છે. અહેવાલો મુજબ હવે ૮૪% જેટલા મતદારોને નવા દસ્તાવેજો રજૂ કરવાની જરૂર નહીં પડે. જે મતદારોની વિગતો પહેલાથી જ પ્રમાણિત છે અથવા જેમણે અગાઉ જરૂરી પુરાવા આપી દીધા છે, તેમને ફરીથી કાગળિયા કરવાની કડાકૂટમાંથી મુક્તિ મળશે. 

આ નિર્ણયને કારણે મતદારો અને વહીવટી તંત્ર બંનેનો સમય અને શક્તિ બચશે. બાકી રહેલા દિવસોમાં જેમની વિગતો અધૂરી છે તેમણે તાત્કાલિક કાર્યવાહી પૂર્ણ કરવા અનુરોધ કરવામાં આવ્યો છે.

 

(10:54 AM IST)