<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 29th November 2025

આરોગ્ય યોજનામાં કૌભાંડનો પર્દાફાશ: ૩૪ હોસ્પિટલ અને ૪૩૧ મેડિકલ સ્ટોર્સ સસ્પેન્ડ, ૪૦ કરોડનો દંડ ફટકારાયો

રાજસ્થાન ગવર્નમેન્ટ હેલ્થ સ્કીમ એટલે કે આરજીએચએસમાં ચાલી રહેલી ગેરરીતિઓ સામે સરકારે લાલ આંખ કરી છે. આ યોજનામાં ગડબડ કરનાર હોસ્પિટલો અને ફાર્મા સ્ટોર્સ સામે કડક કાર્યવાહી કરવામાં આવી છે.

તપાસ દરમિયાન બહાર આવ્યું હતું કે અનેક હોસ્પિટલો અને મેડિકલ સ્ટોર્સ ખોટી રીતે બિલ બનાવીને અથવા નિયમોનું ઉલ્લંઘન કરીને યોજનાનો લાભ ઉઠાવી રહ્યા હતા. આ મામલે કાર્યવાહી કરતા સરકારે ૩૪ જેટલી હોસ્પિટલો અને ૪૩૧ ફાર્મા સ્ટોર્સને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દીધા છે. એટલું જ નહીં, કસૂરવારો પાસેથી ૪૦ કરોડ રૂપિયા જેટલી માતબર રકમની પેનલ્ટી પણ વસૂલવામાં આવી છે. સરકારના આ પગલાંથી આરોગ્ય ક્ષેત્રે ચાલતા કૌભાંડો પર મોટી લગામ લાગશે તેવું માનવામાં આવે છે.

(10:55 AM IST)