હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Saturday, 29th November 2025
૮મા પગાર પંચને લઈને મોટા સમાચાર: કરોડો કર્મચારીઓના પગારમાં થશે જબરદસ્ત વધારો, ૨૦૨૬થી એટલે કે પાછલી અસરથી લાગુ થવાની શક્યતા

કેન્દ્ર સરકારના કરોડો કર્મચારીઓ અને પેન્શનરો માટે ખુશીના સમાચાર છે. ૮મા પગાર પંચને લઈને સરકારમાં હલચલ તેજ થઈ ગઈ છે અને તેની રચનાની દિશામાં નક્કર પગલાં લેવામાં આવ્યા છે.
અહેવાલો મુજબ, નિવૃત્ત જસ્ટિસ રંજન દેસાઈ કમિટીએ આ અંગેનું કામ શરૂ કરી દીધું છે. પગાર પંચનો રિપોર્ટ તૈયાર થવામાં અંદાજે ૧૮ મહિના જેટલો સમય લાગી શકે છે. જો બધું સમયસર પાર પડ્યું અને મંજૂરી મળી ગઈ, તો ૮મા પગાર પંચનો લાભ ૧ જાન્યુઆરી ૨૦૨૬થી બેકડેટેડ એટલે કે પાછલી અસરથી લાગુ કરવામાં આવશે. જેનો સીધો અર્થ એ છે કે કર્મચારીઓને વચ્ચેના સમયગાળાનું બાકી નીકળતું એરિયર્સ પણ ચૂકવવામાં આવશે. આ સમાચારથી સરકારી કર્મચારીઓમાં આનંદની લાગણી છવાઈ ગઈ છે કારણ કે આનાથી તેમના પગારમાં મોટો વધારો થવાની શક્યતા છે.
(10:56 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
