હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
ચાંદીમાં તેજીનો તરખાટ : ૮૦૦૦ રૂા.નો તોતીંગ ઉછાળો
ચાંદી (૧ કિલો) ના ભાવ ૧,૬૮,૦૦૦ રૂા. હતા તે વધીને ૧,૭૬,૦૦૦ રૂા. થયા : સોનામાં પણ ર૦૦૦ રૂા.ના વધારા સાથે ભાવ ૧,૩ર,૦૦૦ રૂા. થયા : ૪ દિવસમાં ચાંદીમાં ૧૭ હજાર રૂપીયા અને સોનામાં પપ૦૦ રૂપીયા વધી ગયા : બંને કિંમતી ધાતુ ફરી ઐતિહાસિક સપાટી તરફ

રાજકોટ, તા., ર૯: બુલીયન માર્કેટમાં તેજીનો દોર યથાવત રહયો છે. ગઇકાલે મોડી રાત્રે ચાંદીમાં તેજીના તરખાટને પગલે એક જ ઝાટકે ૮૦૦૦ રૂપીયાનો ઉછાળો થતા ચાંદીનો ભાવ ૧,૭૬,૦૦૦ રૂા.ની સપાટીએ પહોંચી ગયા છે. સોનામાં પણ ર૦૦૦ રૂપીયાનો વધારો થતા ભાવ ૧,૩ર,૦૦૦ રૂપીયા થઇ ગયા છે.
બુલીયન માર્કેટમાં સેન્ટમાં તેજીને પગલે સ્થાનીક બજારમાં ચાંદીમાં મોડી રાત્રે ૮૦૦૦ રૂપીયાનો તોંતીગ ઉછાળો થયો હતો. ચાંદી ચોરસા (૧ કિલો)ના ભાવ ૧,૬૮,૦૦૦ રૂા. હતા તે વધીને ૧,૭૬,૦૦૦ રૂપીયાની સપાટીએ ભાવ પહોંચ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે છેલ્લા ૪ દિવસમાં ચાંદીમાં ૧૭,૦૦૦ રૂપીયાનો જંગી ઉછાળો થયો છે.
દિવાળી પુર્વે ચાંદીના ભાવે ૧,૭૮,૦૦૦ રૂા. ની ઐતિહાસિક સપાટી સર કર્યા બાદ ભાવો પટકાયા હતા. દિવાળી બાદ ક્રમશઃ ચાંદીમાં તેજી જોવા મળી હતી અને છેલ્લા ૪ દિવસમાં ચાંદીમાં તેજીના ચળકાટને કારણે ચાંદીના ભાવ ફરી ઐતિહાસિક સપાટી તરફ સરકી રહયા છે.
ચાંદીની સાથે સોનામાં તેજી જોવા મળી હતી. બુલીયન માર્કેટમાં ડોલરમાં તેજીને પગલે સ્થાનીક બજારમાં સોનામાં ર૦૦૦ રૂા. વધ્યા હતા. ગઇકાલે સોનુ સ્ટાન્ડર્ડ (૧૦ ગ્રામ)નો ભાવ ૧,૩૦,૦૦૦ રૂા. હતા તે વધીને આજે ૧,૩ર,૦૦૦ રૂા. થયા છે. સોનાના બિસ્કીટમાં ર૦,૦૦૦ રૂા.નો ઉછાળો થયો છે. સોનાના બિસ્કીટ (૧૦૦ ગ્રામ)નો ભાવ ૧૩,૦૦,૦૦૦ હતા તે વધીને ૧૩,ર૦,૦૦૦ રૂા. ની સપાટીએ ભાવ પહોંચ્યા છે. દિવાળી પુર્વે સોનાના ભાવ ૧,૩પ,૦૦૦ રૂા. ભાવની ટોચની સપાટી બનાવ્યા બાદ ભાવો પટકાયા હતા અને દિવાળી બાદ ક્રમશઃ ફરી તેજી જોવા મળી હતી. સોનામાં પણ છેલ્લા ૪ દિવસમાં પપ૦૦ રૂપીયાનો ભાવવધારો થયો છે. અમેરીકામાં વિવિધ આર્થિક આંકડાઓ નબળા આવતા વ્યાજદરમાં વધુ ઘટાડો થવાની શકયતાએ સોના-ચાંદીના ભાવો વધી રહયાનું ઝવેરી બજારના સુત્રોએ જણાવ્યું હતું.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
