હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
કર્ણાટકનું રાજકીય યુદ્ધઃ સિદ્ધારમૈયા અને ડીકે શિવકુમાર વચ્ચે નાસ્તાની ‘સમાધાન' બેઠક!
સત્તા-વહેંચણીના અઢી વર્ષ જૂના વચન પર રહસ્ય યથાવત્, યતીન્દ્ર સિદ્ધારમૈયાએ વિવાદને ગણાવ્યો ‘મીડિયાનો ભ્રમ' હાઇકમાન્ડના દિલ્હી દરબાર પહેલાં બે દિગ્ગજોનો મિલન, શું ખરેખર શાંતિ સ્થપાઈ કે માત્ર ‘તોફાન પહેલાની શાંતિ'?

બેંગલુરુ, તા.૨૯: કર્ણાટકના રાજકારણમાં ચાલી રહેલા નેતળત્વ સંકટ પરની અટકળોએ શનિવારે એક નવો વળાંક લીધો. મુખ્યમંત્રી સિદ્ધારમૈયા અને નાયબ મુખ્યમંત્રી ડી.કે. શિવકુમાર (ડીકેએસ) વચ્ચે મુખ્યમંત્રીના નિવાસસ્થાને નાસ્તા પરની મુલાકાતને ખૂબ જ મહત્ત્વપૂર્ણ માનવામાં આવે છે. આ બેઠક દિલ્હીમાં કોંગ્રેસના સર્વોચ્ચ નેતળત્વ, એટલે કે મલ્લિકાર્જુન ખડગે અને રાહુલ ગાંધી સાથેની નિર્ણાયક બેઠક પહેલાં યોજાઈ હતી. સૂત્રોના મતે, હાઇકમાન્ડે જ બંને નેતાઓને દિલ્હી રવાના થતા પહેલાં આંતરિક વાતચીત કરવા માટે નિર્દેશ આપ્યો હતો, જેનો હેતુ તેમના કથિત તણાવને ઘટાડવાનો અને ૨૦૨૩ની વિધાનસભા ચૂંટણી પછી કરાયેલા સત્તા-વહેંચણી કરાર પર -ારંભિક ચર્ચા કરવાનો હતો.
મુલાકાત બાદ બંને નેતાઓએ સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ યોજી હતી, જ્યાં સિદ્ધારમૈયાએ સમગ્ર વિવાદ પર ચોખવટ કરી હતી. તેમણે ભારપૂર્વક કહ્યું કે, અમારી વચ્ચે કોઈ મતભેદ નથી અને હાં ભવિષ્યમાં પણ અમારી વચ્ચે કોઈ મતભેદ નહીં થાય. આ ઉપરાંત તેમણે સ્પષ્ટ કર્યું કે હાલમાં તેમનું સંપૂર્ણ ધ્યાન ૨૦૨૮ની આગામી ચૂંટણીઓની તૈયારીઓ પર કેન્દ્રિત છે, જે દર્શાવે છે કે હાલ પૂરતું નેતળત્વ પરિવર્તનનો કોઈ એજન્ડા નથી. જોકે, આ સ્પષ્ટતા છતાં રાજકીય વર્તુળોમાં અઢી વર્ષના મુખ્યમંત્રી પદની ફોર્મ્યુલાને લઈને ચર્ચા ચાલુ જ છે, જેને ડીકેએસના સમર્થકો દ્વારા જોર આપવામાં આવી રહ્યું છે.
આ સમગ્ર ખેંચતાણ વચ્ચે મુખ્યમંત્રી સિદ્ધારમૈયાના પુત્ર અને કોંગ્રેસના MLC યતીન્દ્ર સિદ્ધારમૈયાએ શુક્રવારે મીડિયા દ્વારા ઊભા કરાયેલા આ વિવાદને ભ્રમ ગણાવ્યો હતો. તેમણે સ્પષ્ટતા કરી કે પાર્ટી હાઇકમાન્ડે નેતળત્વ પરિવર્તન માટે કોઈ નિર્દેશ આપ્યો નથી. વધુમાં, યતીન્દ્રએ ૨૦૨૩માં નેતળત્વ પરિવર્તનનું કોઈ વચન આપવામાં આવ્યું હતું કે નહીં, તે વિશે પોતાને અજાણ ગણાવી તેના પર અટકળો લગાવવાનું ટાળ્યું હતું. તેમના નિવેદનો દર્શાવે છે કે મુખ્યમંત્રી પદ છોડવાની કોઈ તાત્કાલિક જરૂરિયાત નથી અને તેમણે આ વિવાદનો દોષ મીડિયા અને અટકળો લગાવતા લોકો પર ઢોળ્યો હતો.
આમ, એક તરફ સિદ્ધારમૈયા અને ડીકે શિવકુમારનું સુલહ મિલન અને મતભેદ ન હોવાની સ્પષ્ટતા છે, તો બીજી તરફ સત્તા-વહેંચણીના રહસ્યમય કરાર અને હાઇકમાન્ડની દિલ્હીમાં થનારી બેઠક રાજકીય ગરમાવો જાળવી રાખે છે. શિવકુમારે પોતે કહ્યું છે કે તેઓ હાઇકમાન્ડના નિર્ણયનું પાલન કરશે, જે હવે આ સમગ્ર ઘટનાક્રમનું અંતિમ ટ્રિગર પોઈન્ટ બની ગયો છે. દિલ્હીમાં ખડગે અને રાહુલ ગાંધીની હાજરીમાં શું નિર્ણય લેવાય છે, તે કર્ણાટક કોંગ્રેસના ભવિષ્યની દિશા નક્કી કરશે અને આ તોફાન પહેલાની શાંતિ કાયમી સમાધાન લાવે છે કે નહીં, તે સ્પષ્ટ થશે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
