હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
રાહુલ ગાંધી વિરુદ્ધના કેસમાં કોર્ટરૂમમાં મોટો ડ્રામા: પુરાવા તરીકે લાવવામાં આવેલી સીડી ખાલી નીકળી

કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી વિરુદ્ધ ચાલી રહેલા એક માનહાનિ કેસમાં કોર્ટમાં ભારે હાસ્ય અને ગરમાગરમીનો માહોલ સર્જાયો હતો. કેસના ફરિયાદી પક્ષ દ્વારા રાહુલ ગાંધીના નિવેદનને સાબિત કરવા માટે પુરાવા તરીકે એક સીડી રજૂ કરવામાં આવી હતી, જે તપાસમાં સંપૂર્ણપણે ખાલી નીકળી હતી.
ઉત્તર પ્રદેશની એક એમપી/એમએલએ કોર્ટમાં આ કેસ ચાલી રહ્યો છે. સુનાવણી દરમિયાન ફરિયાદી પક્ષે દાવો કર્યો હતો કે તેમની પાસે રાહુલ ગાંધીના વિવાદાસ્પદ નિવેદનનો વીડિયો પુરાવા તરીકે સીડીમાં છે.
જોકે, કોર્ટના આદેશ પર જ્યારે સીડીને ચલાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો ત્યારે તે બ્લેન્ક અથવા તો કરપ્ટ નીકળી હતી, જેમાં કોઈ ડેટા કે વીડિયો નહોતો. આ ઘટના બાદ કોર્ટમાં મોટો ડ્રામા થયો હતો, અને જજે ફરિયાદી પક્ષની ગંભીર બેદરકારી પર સખત ટિપ્પણી કરી હતી. કોર્ટે ફરિયાદી પક્ષને યોગ્ય પુરાવા રજૂ કરવા માટે અંતિમ તક આપી છે. આ ઘટના કોંગ્રેસને રાહત આપનારી સાબિત થઈ છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
