<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 29th November 2025

બેલ્જિયમના સાંસદ ફિલિપ ડ્યુવિન્ટરે પાકિસ્તાનને ‘આતંકવાદી દેશ’ જાહેર કરવાની માંગ કરી: સમગ્ર પાકિસ્તાન ઉપર પ્રતિબંધો લાદવા સંસદમાં માગણી

યુરોપીયન યુનિયનના સભ્ય દેશ બેલ્જિયમના એક સાંસદે પાકિસ્તાન વિરુદ્ધ આકરો વલણ અપનાવ્યું છે. સાંસદ ફિલિપ ડ્યુવિન્ટરે સંસદમાં પાકિસ્તાનને સત્તાવાર રીતે ‘આતંકવાદી દેશ’ જાહેર કરવાની માંગ કરી છે અને સમગ્ર દેશ પર આર્થિક તથા રાજદ્વારી પ્રતિબંધો લાદવાની દરખાસ્ત રજૂ કરી છે.

 

સાંસદ ફિલિપ ડ્યુવિન્ટરે દલીલ કરી હતી કે પાકિસ્તાન સતત આતંકવાદી જૂથોને આશ્રય આપી રહ્યું છે અને વૈશ્વિક સ્તરે આતંકવાદને પ્રોત્સાહન આપવામાં તેની ભૂમિકા શંકાસ્પદ છે. તેમણે યુરોપીયન સંઘને વિનંતી કરી છે કે તેઓ હવે પાકિસ્તાન પ્રત્યેની તેમની નીતિમાં ફેરફાર કરે અને માનવ અધિકારોનું ઉલ્લંઘન કરનારા તેમજ આતંકવાદને ટેકો આપનારા દેશો સાથેના સંબંધો કાપી નાખે.

 

જો આ દરખાસ્તને યુરોપીયન યુનિયનનો ટેકો મળશે તો પાકિસ્તાન માટે વૈશ્વિક સ્તરે મોટો આર્થિક અને રાજકીય ફટકો સાબિત થશે. યુરોપના આકરા વલણથી પાકિસ્તાનનું આંતરરાષ્ટ્રીય સ્તરનું દબાણ વધ્યું છે.

(5:16 PM IST)