<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 29th November 2025

શું અમેરિકાના બંધારણમાં સુધારો થશે? પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે ત્રીજી વખત સત્તા સંભાળવાના આપ્યા સંકેત

અમેરિકાના બીજી વખત ચૂંટાયેલા પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે એક જાહેર કાર્યક્રમમાં ત્રીજી વખત રાષ્ટ્રપતિ પદ માટે દાવેદારી કરવાના સંકેત આપીને રાજકીય ગલિયારાઓમાં ખળભળાટ મચાવ્યો છે. હાલમાં અમેરિકન બંધારણ ૨૨મા સુધારા હેઠળ કોઈ પણ વ્યક્તિને માત્ર બે વખત જ રાષ્ટ્રપતિ બનવાની મંજૂરી આપે છે.

 

ડોનાલ્ડ ટ્રમ્પે હળવા અંદાજમાં એક નિવેદન આપ્યું હતું કે તેમને અમેરિકન જનતા દ્વારા એટલો ટેકો મળી રહ્યો છે કે તેઓ ત્રીજી વખત રાષ્ટ્રપતિ પદની ચૂંટણી લડવા વિશે વિચારી શકે છે.

 

જોકે, અમેરિકાનું બંધારણ સ્પષ્ટપણે આના પર પ્રતિબંધ મૂકે છે. તેમ છતાં, ટ્રમ્પ દ્વારા આ નિવેદન આપવાથી રાજકીય પંડિતોમાં ચર્ચા શરૂ થઈ ગઈ છે કે શું તેઓ બંધારણમાં ફેરફાર કરવા માટે લોબિંગ કરશે અથવા શું તે માત્ર રાજકીય નિવેદનબાજી છે. જોકે ત્રીજી ટર્મ માટે બંધારણમાં સુધારો કરવો અત્યંત મુશ્કેલ છે, પરંતુ ટ્રમ્પના આ સંકેતોએ અમેરિકન રાજકારણની ભવિષ્યની દિશા પર પ્રશ્નો ઊભા કર્યા છે.

(5:21 PM IST)