હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
કર્ણાટક કોંગ્રેસમાં 'પાવર ટસલ'ની અટકળો વચ્ચે સીએમ સિદ્ધારમૈયા અને ડીકે શિવકુમારનો એકતાનો દાવો
'અઢી વર્ષ બાદ સીએમ પદ બદલવાની' ચર્ચાને ફગાવી દેવા માટે બેંગલુરુમાં મહત્ત્વની બેઠક; બંને નેતાઓએ કહ્યું: 'અમે સાથે હતા અને સાથે રહીશું'.

બેંગલુરુ : કર્ણાટકમાં મુખ્યમંત્રીપદના નેતૃત્વને લઈને ચાલી રહેલા તીવ્ર ઝઘડા અને અટકળો વચ્ચે, મુખ્યમંત્રી સિદ્ધારમૈયા અને નાયબ મુખ્યમંત્રી ડી.કે. શિવકુમારએ આજે બેંગલુરુ સ્થિત મુખ્યમંત્રીના નિવાસસ્થાને એક મહત્ત્વની બેઠક યોજી હતી. આ બેઠક ખાસ કરીને તે અહેવાલોના સંદર્ભમાં મહત્ત્વપૂર્ણ હતી જેમાં કહેવામાં આવ્યું હતું કે અઢી વર્ષ પૂર્ણ થયા પછી મુખ્યમંત્રીનું પદ બદલવામાં આવશે અને ડી.કે. શિવકુમારના સમર્થકો પદ પરિવર્તનની માંગ કરી રહ્યા છે.
બેઠક સમાપ્ત થયા બાદ, બંને નેતાઓએ સંયુક્ત પત્રકાર પરિષદ સંબોધીને એકતાનો દાવો કર્યો.
મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ સ્પષ્ટપણે કહ્યું કે, "અમે વિધાનસભા ચૂંટણી દરમિયાન સાથે હતા અને અમે સાથે જ રહીશું." તેમણે ઉમેર્યું કે આ બેઠકમાં આગામી ચૂંટણીઓ અને ડિસેમ્બરની ૮મી તારીખથી શરૂ થનારા વિધાનસભાના શિયાળુ સત્ર દરમિયાન વિરોધ પક્ષનો સામનો કેવી રીતે કરવો તે અંગેની વ્યૂહરચના
વિશે ચર્ચા કરવામાં આવી હતી. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે બંને નેતાઓ કોંગ્રેસ હાઇકમાન્ડના નિર્દેશો અનુસાર કામ કરશે અને તેમની વચ્ચે કોઈ
મતભેદ નથી.
આ પ્રસંગે બોલતા નાયબ મુખ્યમંત્રી ડી.કે. શિવકુમારે પણ સિદ્ધારમૈયાના નિવેદનને સમર્થન આપ્યું. તેમણે કહ્યું કે, "અમારી વચ્ચે કોઈ મતભેદ નથી અને અમે સાથે મળીને કર્ણાટકના વિકાસ માટે કામ કરીશું."
બંને નેતાઓ દ્વારા સંયુક્ત રીતે અપાયેલો આ સકારાત્મક પ્રતિભાવ કર્ણાટક કોંગ્રેસમાં આંતરિક વિખવાદની વાતોને શાંત પાડવાનો સ્પષ્ટ પ્રયાસ ગણાય છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
