<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 29th November 2025

એઆઈ ક્ષેત્રે અદાણી ગ્રુપની મોટી છલાંગ: ગૂગલ ડેટા સેન્ટરમાં ૫ અબજ ડોલરનું રોકાણ કરશે

અદાણી ગ્રુપ રિન્યુએબલ એનર્જી ક્ષેત્રે પોતાની મજબૂત પકડનો ઉપયોગ કરીને ગૂગલના ડેટા સેન્ટર્સને ગ્રીન એનર્જી પૂરી પાડશે.

આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (એઆઈ) ના વધી રહેલા ક્રેઝ વચ્ચે અદાણી ગ્રુપે ગૂગલ સાથે મળીને ડેટા સેન્ટર સ્થાપવા માટે ૫ અબજ ડોલરના જંગી રોકાણની યોજના બનાવી છે.
ટેકનોલોજી જગતમાં આને એક મોટી ડીલ માનવામાં આવી રહી છે. અદાણી ગ્રુપ રિન્યુએબલ એનર્જી ક્ષેત્રે પોતાની મજબૂત પકડનો ઉપયોગ કરીને ગૂગલના ડેટા સેન્ટર્સને ગ્રીન એનર્જી પૂરી પાડશે. 
આ રોકાણ ભારતને ગ્લોબલ એઆઈ હબ બનાવવાના પ્રયાસોમાં પણ મદદરૂપ થશે. અદાણી ગ્રુપ આ ભાગીદારી દ્વારા ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સેક્ટરમાં પોતાનો વ્યાપ વધારવા જઈ રહ્યું છે



 

(8:42 PM IST)