<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 29th November 2025

નવી મુંબઈમાં ૪,૫૦૦ કરોડના જમીન કૌભાંડનો આક્ષેપ: મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે તપાસના આદેશ આપ્યા

સંજય શિરસાટ, નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદેની નજીક ગણાય છે: તેમણે નવી મુંબઈમાં કરોડોની કિંમતી જમીન ગેરકાયદેસર રીતે ક્લિયર કરી આપેલ હોવાનો આરોપ

મહારાષ્ટ્રમાં શિવસેનાના મંત્રી સંજય શિરસાટ પર ૬૧,૦૦૦ ચોરસ મીટર જમીન ફાળવણીમાં ગેરરીતિનો ગંભીર આરોપ લાગ્યા બાદ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે આ મામલે તપાસના આદેશ આપ્યા છે.
એનસીપી (શરદ પવાર જૂથ) ના નેતા રોહિત પવારે તાજેતરમાં એક પત્રકાર પરિષદમાં દાવો કર્યો હતો કે શિવસેનાના મંત્રી સંજય શિરસાટ, જેઓ નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદેની નજીક ગણાય છે, તેમણે નવી મુંબઈમાં કરોડોની કિંમતી જમીન ગેરકાયદેસર રીતે ક્લિયર કરી આપી છે.
રોહિત પવારના જણાવ્યા મુજબ, આ ૬૧,૦૦૦ ચોરસ મીટર જમીનની કિંમત અંદાજે ૪,૫૦૦ કરોડ રૂપિયા થાય છે. અગાઉ આ જમીન ફાળવણીને નકારી કાઢવામાં આવી હતી અને સુપ્રીમ કોર્ટમાં કેસ પેન્ડિંગ હોવા છતાં મંત્રીએ તેને મંજૂરી આપી હોવાનો આક્ષેપ છે. આ ગંભીર આક્ષેપોને પગલે મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે તાત્કાલિક અસરથી સમગ્ર પ્રકરણની તપાસના આદેશ જારી કર્યા છે

(8:43 PM IST)