<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 29th November 2025

અમેરિકાનો મોટો નિર્ણય: અફઘાનિસ્તાનનો પાસપોર્ટ ધરાવતા લોકોના વિઝા અટકાવ્યા

આ પગલાંથી વિદ્યાર્થીઓ, વ્યાપારીઓ અને પરિવારને મળવા માંગતા લોકો મુશ્કેલીમાં મુકાયા

અમેરિકાના વિદેશ વિભાગે તાત્કાલિક અસરથી અફઘાનિસ્તાનનો પાસપોર્ટ ધરાવતા વ્યક્તિઓ માટે વિઝા આપવાની પ્રક્રિયા પર રોક લગાવી દીધી છે, જેના કારણે હજારો લોકોને અસર થવાની શક્યતા છે.

સુરક્ષાના કારણોસર અને વહીવટી સમીક્ષાના ભાગરૂપે યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટ દ્વારા આ જાહેરાત કરવામાં આવી છે. આ નિર્ણય મુજબ, જે વ્યક્તિઓ પાસે અફઘાનિસ્તાનનો પાસપોર્ટ છે, તેમને હાલ પૂરતા યુએસ વિઝા આપવામાં આવશે નહીં. 
આ પગલાંથી વિદ્યાર્થીઓ, વ્યાપારીઓ અને પરિવારને મળવા માંગતા લોકો મુશ્કેલીમાં મુકાયા છે. જોકે, આ પ્રતિબંધ ક્યાં સુધી રહેશે તે અંગે કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી


 

(8:43 PM IST)