હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Saturday, 29th November 2025
ભારત ૫૦ દેશો સાથે મુક્ત વ્યાપાર કરાર માટે વાતચીત કરી રહ્યું છે: પીયૂષ ગોયલ
ભારત યુરોપિયન યુનિયન સહિતના અનેક નાના-મોટા દેશો સાથે વ્યાપારિક સંબંધો ગાઢ બનાવવા સક્રિય

કેન્દ્રીય વાણિજ્ય મંત્રી પીયૂષ ગોયલે ભારતીય અર્થતંત્રને વેગ આપવા માટે એક મોટી જાહેરાત કરતા જણાવ્યું છે કે ભારત હાલમાં વિશ્વના ૫૦ અલગ-અલગ દેશો સાથે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ (મુક્ત વ્યાપાર કરાર) માટે ચર્ચા કરી રહ્યું છે.
વૈશ્વિક બજારમાં ભારતની પકડ મજબૂત કરવા અને નિકાસ વધારવાના હેતુથી સરકાર આક્રમક રણનીતિ અપનાવી રહી છે. પીયૂષ ગોયલે માહિતી આપી હતી કે ભારત યુરોપિયન યુનિયન સહિતના અનેક નાના-મોટા દેશો સાથે વ્યાપારિક સંબંધો ગાઢ બનાવવા સક્રિય છે.
આ ૫૦ દેશો સાથેના કરારો થવાથી ભારતીય ઉત્પાદનો માટે નવા બજારો ખુલશે અને દેશમાં વિદેશી રોકાણ વધવાની શક્યતાઓ પ્રબળ બનશે.
(8:43 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
