હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Saturday, 29th November 2025
આઇસીસી ચેરમેન જય શાહને ‘ઇન્ડિયન ઓફ ધ યર’ એવોર્ડથી સન્માનિત કરાયા
બીસીસીઆઈ સેક્રેટરી તરીકે અને ત્યારબાદ આઇસીસીના ચેરમેન તરીકે તેમણે ક્રિકેટના વૈશ્વિક વિકાસમાં ભજવેલી મહત્વની ભૂમિકાને બિરદાવવા સન્માનિત કરાયા

આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલ (આઇસીસી) ના ચેરમેન જય શાહને ક્રિકેટ વહીવટી ક્ષેત્રે તેમના ઉત્કૃષ્ટ યોગદાન બદલ પ્રતિષ્ઠિત ‘ઇન્ડિયન ઓફ ધ યર - આઉટસ્ટેન્ડિંગ અચીવમેન્ટ’ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે.
ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (બીસીસીઆઈ) ના સેક્રેટરી તરીકે અને ત્યારબાદ આઇસીસીના ચેરમેન તરીકે તેમણે ક્રિકેટના વૈશ્વિક વિકાસમાં ભજવેલી મહત્વની ભૂમિકાને બિરદાવવા માટે આ સન્માન આપવામાં આવ્યું છે. તેમના નેતૃત્વમાં ક્રિકેટનો વ્યાપ વધ્યો છે અને મહિલા ક્રિકેટને પણ નવું પ્રોત્સાહન મળ્યું છે. આ એવોર્ડ સમારોહમાં વિવિધ ક્ષેત્રના દિગ્ગજો ઉપસ્થિત રહ્યા હતા.
(8:44 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
