<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 29th November 2025

બેંકિંગ રેગ્યુલેશન એક્ટના નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ રિઝર્વ બેંકે એચડીએફસી બેંકને ફટકાર્યો ૯૧ લાખ રૂપિયાનો દંડ

બેંકિંગ રેગ્યુલેશન એક્ટ હેઠળના જરૂરી નિયમોના ભંગ બદલ આ કાર્યવાહી

બેંકિંગ રેગ્યુલેશન એક્ટના નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ ભારતીય રિઝર્વ બેંક એ દેશની અગ્રણી ખાનગી બેંક એચડીએફસી બેંક પર ૯૧ લાખ રૂપિયાનો મોટો દંડ લગાવ્યો છે.
આરબીઆઈ દ્વારા કરવામાં આવેલી તપાસમાં જાણવા મળ્યું હતું કે એચડીએફસી બેંકે અમુક ચોક્કસ જોગવાઈઓ અને દિશાનિર્દેશોનું પાલન કરવામાં બેદરકારી દાખવી હતી. ખાસ કરીને બેંકિંગ રેગ્યુલેશન એક્ટ હેઠળના જરૂરી નિયમોના ભંગ બદલ આ કાર્યવાહી કરવામાં આવી છે. 
મધ્યસ્થ બેંકે સ્પષ્ટ કર્યું છે કે આ દંડ નિયમનકારી અનુપાલનમાં ખામીઓને કારણે છે અને તેનો હેતુ બેંકના ગ્રાહકો સાથેના કોઈ વ્યવહારને અસર કરવાનો નથી.

(8:45 PM IST)