હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Saturday, 29th November 2025
બુલંદશહરના ૧૭ વર્ષીય વિદ્યાર્થીનો કમાલ: બનાવ્યું ‘સોફી’ નામનું એઆઈ ટીચર રોબોટ
રોબોટ વિદ્યાર્થીઓના સવાલોના જવાબ આપી શકે છે અને તેમને વિવિધ વિષયો સમજાવવામાં મદદ કરી શકે

ઉત્તર પ્રદેશના બુલંદશહરના રહેવાસી અને માત્ર ૧૭ વર્ષની ઉંમરના વિદ્યાર્થી આદિત્ય કુમારે શિક્ષણ ક્ષેત્રે ક્રાંતિ લાવે તેવું ‘સોફી’ નામનું એક એઆઈ ટીચર રોબોટ વિકસાવીને સૌને ચોંકાવી દીધા છે.
આદિત્ય કુમારે તૈયાર કરેલું આ રોબોટ અદ્યતન એલએલએમ (લાર્જ લેંગ્વેજ મોડલ) ચીપસેટથી સજ્જ છે. આ રોબોટ વિદ્યાર્થીઓના સવાલોના જવાબ આપી શકે છે અને તેમને વિવિધ વિષયો સમજાવવામાં મદદ કરી શકે છે. આદિત્યની આ સિદ્ધિએ સાબિત કર્યું છે કે
ભારતના નાના શહેરોમાં પણ પ્રતિભાની કોઈ કમી નથી. આ રોબોટ ભવિષ્યમાં ડિજિટલ શિક્ષણ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થઈ શકે છે.
(8:46 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
