હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Saturday, 29th November 2025
નોઈડા ઈન્ટરનેશનલ એરપોર્ટ તૈયાર: ૧૫ ડિસેમ્બરે વડાપ્રધાન મોદીના હસ્તે ઉદ્ઘાટન થવાની શક્યતા
આ એરપોર્ટ શરૂ થવાથી દિલ્હી-એનસીઆરના હવાઈ મુસાફરોને મોટી રાહત મળશે અને ઉત્તર પ્રદેશના ઔદ્યોગિક વિકાસને નવો વેગ મળશે.

જેવર ખાતે બની રહેલું નોઈડા ઈન્ટરનેશનલ એરપોર્ટ હવે તેની અંતિમ મંજૂરીઓ તરફ આગળ વધી રહ્યું છે અને ૧૫ ડિસેમ્બર ૨૦૨૫ ના રોજ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા તેનું લોકાર્પણ કરવામાં આવે તેવી પ્રબળ શક્યતાઓ છે.
દેશના સૌથી મોટા અને આધુનિક એરપોર્ટ પૈકીના એક એવા નોઈડા ઈન્ટરનેશનલ એરપોર્ટનું કામકાજ પૂર્ણતાના આરે છે. હાલમાં એવિએશન રેગ્યુલેટર પાસેથી ફાઈનલ ક્લિયરન્સ મેળવવાની પ્રક્રિયા ચાલી રહી છે. આ એરપોર્ટ શરૂ થવાથી દિલ્હી-એનસીઆરના હવાઈ મુસાફરોને મોટી રાહત મળશે અને ઉત્તર પ્રદેશના ઔદ્યોગિક વિકાસને નવો વેગ મળશે. ઉદ્ઘાટન સમારોહ માટે તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.
(8:47 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
