હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Saturday, 29th November 2025
૨૦૨૬ની શરૂઆત સુધીમાં ભારત-યુરોપિયન યુનિયન મુક્ત વ્યાપાર કરાર પૂર્ણ થવાની વકી
કરાર થવાથી ભારતીય કાપડ, ચામડા ઉદ્યોગ અને સેવા ક્ષેત્રને યુરોપના વિશાળ બજારમાં ડ્યુટી-ફ્રી એક્સેસ મળવાની આશા

ભારત અને યુરોપિયન યુનિયન (ઇયુ) વચ્ચે લાંબા સમયથી ચાલી રહેલી મુક્ત વ્યાપાર કરાર (એફ.ટી.એ) ની વાટાઘાટો હવે અંતિમ ચરણમાં છે અને ૨૦૨૬ ની શરૂઆતમાં તેના પર હસ્તાક્ષર થવાની સંભાવના છે.
વાણિજ્ય સચિવ રાજેશ અગ્રવાલે આ અંગે મહત્વની માહિતી આપતા જણાવ્યું હતું કે બંને પક્ષો વચ્ચેની વાતચીત ખૂબ જ સકારાત્મક રીતે આગળ વધી રહી છે. ભારતનો લક્ષ્યાંક છે કે ૨૦૨૬ ના પ્રારંભિક મહિનાઓમાં આ કરારને આખરી ઓપ આપી દેવામાં આવે.
આ કરાર થવાથી ભારતીય કાપડ, ચામડા ઉદ્યોગ અને સેવા ક્ષેત્રને યુરોપના વિશાળ બજારમાં ડ્યુટી-ફ્રી એક્સેસ મળવાની આશા છે.
(8:48 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
