હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
ઓપરેશન સિંદૂરની અસર: પાકિસ્તાને ૭૨ આતંકી ઠેકાણાં સરહદથી દૂર ઊંડા વિસ્તારોમાં ખસેડ્યા; બીએસએફ 'ઓપરેશન સિંદૂર ૨.૦' માટે તૈયાર: ડીઆઈજી વિક્રમ કુંવર
સિયાલકોટ અને ઝફરવાલના ઊંડા વિસ્તારોમાં ૧૨ લોન્ચપેડ્સ કાર્યરત: ૬૦ લોન્ચપેડ્સ સરહદથી ઘણા દૂરના વિસ્તારોમાં ખસેડવામાં આવ્યા: આ લોન્ચપેડ્સ ત્યારે સક્રિય થાય છે જ્યારે આતંકવાદીઓને ભારતમાં ઘૂસણખોરી કરાવવાની હોય

જમ્મુ: બોર્ડર સિક્યોરિટી ફોર્સ (બીએસએફ) ના વરિષ્ઠ અધિકારીઓએ જણાવ્યું છે કે 'ઓપરેશન સિંદૂર' બાદ પાકિસ્તાને સરહદની નજીક આવેલા ૭૨ આતંકવાદી લોન્ચપેડ્સને સરહદથી દૂર દેશના આંતરિક વિસ્તારોમાં ખસેડી દીધા છે. અધિકારીઓના જણાવ્યા મુજબ, બીએસએફ દ્વારા સરહદ પર મોટી કાર્યવાહી અને નુકસાન પહોંચાડ્યા બાદ પાકિસ્તાનને આ પગલું ભરવાની ફરજ પડી હતી.
બીએસએફ જમ્મુ ફ્રન્ટિયરના ડીઆઈજી વિક્રમ કુંવરે પત્રકારોને માહિતી આપી કે સિયાલકોટ અને ઝફરવાલના ઊંડા વિસ્તારોમાં લગભગ ૧૨ લોન્ચપેડ્સ કાર્યરત છે, જ્યારે અન્ય ૬૦ લોન્ચપેડ્સ સરહદથી ઘણા દૂરના વિસ્તારોમાં ખસેડવામાં આવ્યા છે. આ લોન્ચપેડ્સ મુખ્યત્વે ત્યારે સક્રિય થાય છે જ્યારે આતંકવાદીઓને ભારતમાં ઘૂસણખોરી કરાવવાની હોય છે. તેમણે સ્પષ્ટ કર્યું કે જો સરકાર 'ઓપરેશન સિંદૂર ૨.૦' શરૂ કરવાનો આદેશ આપશે, તો બીએસએફ ફરી એકવાર દુશ્મનને મોટું નુકસાન પહોંચાડવા માટે સંપૂર્ણ રીતે તૈયાર છે









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
