<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 29th November 2025

વિદેશમંત્રી ડૉ. એસ. જયશંકરે કહ્યું: વૈશ્વિક વ્યવસ્થાના ભૂતકાળના બાંયધરીકાર અમેરિકાએ નવા નિયમો નક્કી કર્યા

ડૉ. જયશંકરે કહ્યું કે આ એક એવો યુગ છે જ્યાં 'રાજકારણ વધુને વધુ અર્થશાસ્ત્ર પર હાવી થઈ રહ્યું છે

ડૉ. જયશંકરે આઈઆઈએમ કલકત્તામાં કહ્યું કે અમેરિકા હવે શાસનને બદલે વ્યક્તિગત (વન-ઓન-વન) ધોરણે દેશો સાથે વ્યવહાર કરી રહ્યું છે, જેનાથી વિશ્વ ઓછું નિયમ-બાધ્ય બન્યું છે.

કોલકાતા: ભારતના વિદેશમંત્રી ડૉ. એસ. જયશંકરે જણાવ્યું છે કે યુનાઇટેડ સ્ટેટ્સ જે લાંબા સમયથી સમકાલીન વૈશ્વિક વ્યવસ્થાનો બાંયધરીકાર રહ્યો છે, તેણે હવે 'જોડાણની ધરમૂળથી નવી શરતો' (રેડીકલી ન્યુ ટર્મ્સ ઓફ એંગેજમેન્ટ) નક્કી કરી છે. આઈઆઈએમ કલકત્તા ખાતે માનદ ડોક્ટરેટ સ્વીકાર્યા પછીના તેમના સંબોધનમાં તેમણે આ ટિપ્પણી કરી હતી.

ડૉ. જયશંકરે કહ્યું કે આ એક એવો યુગ છે જ્યાં 'રાજકારણ વધુને વધુ અર્થશાસ્ત્ર પર હાવી થઈ રહ્યું છે.' તેમણે ઉમેર્યું કે અમેરિકા હવે શાસન (રિજિમ્સ) દ્વારા નહીં, પરંતુ દેશો સાથે એક-એક કરીને (વન-ઓન-વન) વ્યવહાર કરી રહ્યું છે. 
તેમણે જણાવ્યું કે આ પરિવર્તનને કારણે વિશ્વ ઓછું નિયમ-બાધ્ય (લેસ રૂલ-બાઉન્ડ) અને વધુ વિખંડિત (ફ્રેગમેન્ટેડ) બન્યું છે, જ્યારે ચીન પણ લાંબા સમયથી પોતાના નિયમો પ્રમાણે ચાલી રહ્યું છે અને હવે વધુ આક્રમક રીતે કરી રહ્યું છે

(11:29 PM IST)