હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
મહત્વના સમાચારો ઊડતી નજરે.... 9:30 AM

દિલ્હીમાં થયેલા વિસ્ફોટની તપાસમાં સુરક્ષા એજન્સીઓને મોટી સફળતા મળી છે. આરોપી ડો. શાહીનના બેંક લોકરમાંથી રોકડ રકમ, વિદેશી ચલણ અને સોનાના બિસ્કિટ મળી આવતા ટેરર ફંડિંગની આશંકા પ્રબળ બની છે.
દિલ્હી બ્લાસ્ટ કેસની તપાસ કરી રહેલી એજન્સીઓએ સફેદપોશ આતંકી મનાતા ડો. શાહીન પર સકંજો કસ્યો છે. તપાસ દરમિયાન તેમના અંગત લોકરમાંથી ૧૮ લાખ રૂપિયા રોકડા, ખાડી દેશો (ગલ્ફ કન્ટ્રીઝ) નું ચલણ અને સોનાના બિસ્કિટ જપ્ત કરવામાં આવ્યા છે. તપાસ એજન્સીઓનું માનવું છે કે આ રકમ અને સોનું વિદેશમાંથી ફંડિંગ તરીકે આવ્યું હોઈ શકે છે. આ પુરાવા મળ્યા બાદ હવે યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલર અને અન્ય સ્ટાફની ફરીથી કડક પૂછપરછ કરવામાં આવશે.
સુરક્ષા એજન્સીઓ હાલ એ તપાસી રહી છે કે શાહીન સુધી આ ૧૮ લાખ રૂપિયા કોણે અને કયા માધ્યમથી પહોંચાડ્યા હતા. આ ઘટનામાં વિદેશી કાવતરાના તાર જોડાયેલા હોવાની પૂરેપૂરી શક્યતા છે
હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
મહત્વના સમાચારો ઊડતી નજરે.... 9:30 AM