હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
જેના નામથી લોકો થરથર કાંપે છે તેવા ગેંગસ્ટરના ભાઈ પર જ જીવનું જોખમ: એનઆઈએ દ્વારા સુરક્ષામાં ધરખમ વધારો, દિલ્હીમાં ઓફિસ બહારનો રસ્તો બંધ
સાવચેતીના ભાગરૂપે ઓફિસ તરફ જતો રસ્તો પણ સામાન્ય અવરજવર માટે બંધ કરી દેવામાં આવ્યો છે અને ત્યાં બેરિકેડ્સ લગાવી દેવામાં આવ્યા છે.

કુખ્યાત ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈના ભાઈ અનમોલ બિશ્નોઈના જીવ પર જોખમ હોવાના ગંભીર ઇનપુટ મળતા જ સુરક્ષા એજન્સીઓ દોડતી થઈ છે. નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (એનઆઈએ) ને મળેલા આ ઇનપુટ બાદ તાત્કાલિક અસરથી દિલ્હી સ્થિત મુખ્યાલયની સુરક્ષા વધારી દેવામાં આવી છે.
દેશની સૌથી મોટી તપાસ એજન્સી એનઆઈએ અને સુરક્ષા તંત્રને ગુપ્ત બાતમી મળી છે કે લોરેન્સ બિશ્નોઈના ભાઈ અનમોલ બિશ્નોઈ પર જીવલેણ હુમલો થઈ શકે છે. આ સીરિયસ ઇનપુટ મળતાની સાથે જ દિલ્હીના સીજીઓ કોમ્પ્લેક્સમાં આવેલી એનઆઈએ ઓફિસની બહાર કડક જાપ્તો ગોઠવી દેવામાં આવ્યો છે.
નોંધનીય છે કે લોરેન્સ બિશ્નોઈ હાલ જેલમાં છે, પરંતુ તેનો ભાઈ અનમોલ વિદેશમાં રહીને ગેંગ ઓપરેટ કરતો હોવાનું મનાય છે. મુંબઈમાં બાબા સિદ્દીકી હત્યા કેસ અને સલમાન ખાનના ઘર બહાર ફાયરિંગ પ્રકરણમાં પણ અનમોલનું નામ ચર્ચામાં આવ્યું હતું. તાજેતરમાં જ અમેરિકામાં તેની અટકાયત થયાના અહેવાલો પણ આવ્યા હતા. હવે તેના પર જ જીવનું જોખમ હોવાના અહેવાલોએ અંડરવર્લ્ડ અને સુરક્ષા વર્તુળોમાં ભારે ખળભળાટ મચાવ્યો છે. દિલ્હી પોલીસ અને સ્પેશિયલ સેલ પણ આ મામલે અત્યંત સતર્ક છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
