હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Sunday, 30th November 2025
૨૦૨૬ની શરૂઆતમાં શરૂ થનાર સેટેલાઇટ ઇન્ટરનેટ ભારતમાં ખૂબ મોંઘું પડશે: હાર્ડવેરનો ખર્ચ ૩૩૦૦૦ સુધી અને માસિક ભાડું ૩૦૦૦ રહેવાની શક્યતા
જોકે, આ સેવા અંતરિયાળ અને દુર્ગમ વિસ્તારોમાં જ્યાં ફાઈબર કેબલ પહોંચવા મુશ્કેલ છે ત્યાં હાઈ-સ્પીડ ઇન્ટરનેટ પૂરું પાડવામાં ગેમ ચેન્જર સાબિત થશે

૨૦૨૬ની શરૂઆતમાં લોન્ચ થનારી સેટેલાઇટ ઇન્ટરનેટ સેવા માટે ગ્રાહકોએ ખિસ્સા ઢીલા કરવા પડશે. અહેવાલો મુજબ ભારતમાં આવી રહેલી સ્ટારલિંક જેવી હાઈ-સ્પીડ સેટેલાઇટ ઇન્ટરનેટ સેવા માટે શરૂઆતી સેટઅપ કોસ્ટ અને માસિક લવાજમ સામાન્ય બ્રોડબેન્ડ અને ફાઈબર કનેક્શન કરતા ઘણું ઊંચું રહી શકે છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, ગ્રાહકોએ આ સર્વિસ માટે હાર્ડવેર પેટે અંદાજે ૩૦,૦૦૦ થી ૩૩,૦૦૦ રૂપિયાનો એક સાથે ખર્ચ કરવો પડી શકે છે.
આ ઉપરાંત, માસિક સબસ્ક્રિપ્શન ફી પણ ૩૦૦૦ રૂપિયાની આસપાસ રહેવાની વકી છે. જોકે, આ સેવા અંતરિયાળ અને દુર્ગમ વિસ્તારોમાં જ્યાં ફાઈબર કેબલ પહોંચવા મુશ્કેલ છે ત્યાં હાઈ-સ્પીડ ઇન્ટરનેટ પૂરું પાડવામાં ગેમ ચેન્જર સાબિત થશે.
કંપની ૨૦૨૬ના પ્રારંભમાં પોતાની સેવાઓ ભારતમાં શરૂ કરે તેવી પ્રબળ શક્યતાઓ છે.
(12:10 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
