હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
રણવીર સિંહે ચામુંડા માતાને ‘ફીમેલ ઘોસ્ટ’ કહ્યાઃ વિવાદ ઉભયો થયો
ગોવા ખાતે IFFI ઇવેન્ટ દરમિયાન અભિનેતા ઋષભ શેટ્ટીના સીનની નકલ કરતા ફસાયાઃ સોશ્યલ મીડીયામાં યુઝર્સે કલાસ લીધા

મુંબઇઃ દર વર્ષે ગોવા ખાતે IFFI ઇવેન્ટનું આયોજન કરવામાં આવે છે. તાજેતરમાં પણ IFFI ઇવેન્ટ યોજાઈ હતી. જેમાં બોલિવૂડ તથા ટોલિવૂડના અનેક અભિનેતા-અભિનેત્રીઓ હાજર રહ્યા હતા. IFFI ઇવેન્ટમાં અભિનેતા રણવીર સિંહે ‘કાંતારા: ચેપ્ટર 1’ ફિલ્મના વખાણ કર્યા હતા. પરંતુ ફિલ્મના વખાણની સાથોસાથ રણવીર સિંહથી એવું કઇ બોલાઈ ગયું. જેનાથી વિવાદ સર્જાયો છે.
ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઓફ ઇન્ડિયાની ઇવેન્ટ દરમિયાન રણવીર સિંહે કાંતારા ફિલ્મ અને ઋષભ શેટ્ટીના વખાણ કરવાનું શરૂ કર્યું હતું. રણવીર સિંહે કહ્યું હતું કે, “મેં આ ફિલ્મ થિએટરમાં જોઈ, ઋષભ શેટ્ટી તમારૂં પર્ફોમન્સ જોરદાર હતું. ખાસ કરીને ત્યારે જ્યારે તમારી અંદર ‘ફિમેલ ઘોસ્ટ'(મહિલા ભૂત) આવી જાય છે.” આ સાથે રણવીર સિંહે કાંતારા ફિલ્મના ઋષભ શેટ્ટીના ચામુંડા માતા સ્વરૂપવાળા સીનની નકલ પણ કરી હતી. આ જોઈને ઋષભ શેટ્ટી સહિત ઇવેન્ટમાં હાજર દરેક જણ હસવા લાગ્યા હતા.
IFFIની ઇવેન્ટમાં થયેલી આ રમુજી પળનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા જ વિવાદનું કારણ બન્યો છે. સોશિયલ મીડિયા યુઝર્સ રણવીર સિંહના આ નિવેદનને ભગવાનનું અપમાન ગણાવી રહ્યા છે. કેટલાક યુઝર્સનું કહેવું છે કે, રણવીર સિંહને દેવી-દેવતા અને ભૂત વચ્ચનો તફાવત ખબર નથી. એક યુઝરે લખ્યું કે, ‘શું ફિલ્મ જોઈ છે, દેવીને મહિલા ભૂત કહી રહ્યા છે.’
ઉલ્લેખનીય છે કે, સાઉથની ‘કાંતારા: ધ લેજન્ડ ચેપ્ટર 1’ ફિલ્મે રીલીઝ થતાની સાથે જ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી હતી. 125 કરોડમાં બનેલી આ ફિલ્મે વર્લ્ડ વાઈડ 800 કરોડથી પણ વધારે કલેક્શન કર્યું હતું. આ સિવાય 5 ડિસેમ્બર 2025ના રોજ રણવીર સિંહની ફિલ્મ ‘ધુરંધર’ આવી રહી છે. પરંતુ IFFIની ઇવેન્ટમાં કરેલી ટિપ્પણીની તેની કમાણી પર શું અસર પડે છે, એ હવે જોવું રહ્યું.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
