<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 30th November 2025

ઓસ્ટ્રેલિયન વડાપ્રધાન અલ્બેનીઝ 62 વર્ષની ઉંમરે જોડી હેડન સાથે લગ્ન બંધને જોડાયાઃ નરેન્‍દ્રભાઇએ શુભેચ્છા પાઠવી

બન્‍ને લાંબા સમયથી રિલેશનશીપમાં હતા

કેનબેરા: ઓસ્ટ્રેલિયાના વડા પ્રધાન એન્થોની અલ્બેનીઝે ગઈ કાલે શનિવારે 62 વર્ષની ઉંમરે બીજા લગ્ન કર્યા, તેઓ લાંબા સમયથી જોડી હેડન સાથે રિલેશનશીપમાં હતાં, ગઈ કાલે બંને સત્તાવર રીતે લગ્ન બંધને જોડાયા હતાં. ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ નવ દંપતીને અભિનંદન પાઠવ્યા છે.

એન્થોની અલ્બેનીઝે X પર જોડી હેડન સાથેનો વિડીયો શેર કરી લગ્નની જેહારત કરી હતી. ભારતના વડાપ્રધાન મોદીએ આ પોસ્ટ શેર કરીને લખ્યું “મારા સારા મિત્ર, પીએમ એન્થોની અલ્બેનીઝ અને શ્રીમતી જોડી હેડનને તેમના લગ્ન બદલ અભિનંદન. તેમને સુખી લગ્ન જીવનની શુભેચ્છાઓ.”

ઓસ્ટ્રેલિયાના વડા પ્રધાન કાર્યાલયના જણાવ્યા મુજબ લગ્ન કેનબેરાના ધ લોજમાં યોજાયા હતાં, જે પરિવારના સભ્યો અને નજીકના મિત્રો હાજર રહ્યા હતાં.

પાંચ વર્ષ પહેલાં મેલબોર્નમાં એક બિઝનેસ ડિનર દરમિયાન અલ્બેનીઝ હેડનને મળ્યા હતા. 46 વર્ષીય જોડી હેડન ઓસ્ટ્રેલિયાના જાણીતા ફાઈનાન્શિયલ સર્વિસ પ્રોફેશનલ અને વિમેન્સ રાઈટ્સ લોયર છે.

નોંધનીય છે કે ગત વર્ષે વેલેન્ટાઇન ડેના દિવસે અલ્બેનીઝે જોડી હેડને પ્રપોઝ કર્યું હતું, એ સમયે તેમણે કહ્યું હતું, “મને એક જીવનસાથી મળી ગયું છે, જેની સાથે હું મારું બાકીનું જીવન વિતાવવા ઈચ્છું છું”.

ક્રિશ્ચિયન વિધિ પ્રમાણે અલ્બેનીઝ અને જોડી હેડેનના લગન થયા હતાં, અલ્બેનીઝનો પાલતું શ્વાન ટોટો રીંગ બેરર રહ્યો હતો. લગ્ન સમારંભ પછી હેમાનોને સિડનીની બ્રુઅરીમાંથી બીયર પીરસવામાં આવી હતી. નવદંપતી સોમવારથી ઓસ્ટ્રેલિયામાં જ પાંચ દિવસના હનીમૂન પર જશે.

નોંધનીય છે અલ્બેનીઝે વર્ષ 2019 માં તેમની પહેલી પત્ની કાર્મેલ ટેબ્બટને છૂટાછેડા આપ્યા હતા, બંનેને એક દીકરો પણ છે.

(2:59 PM IST)