હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
મહત્વના સમાચારો ઊડતી નજરે.... 9:30 AM

મુઝફ્ફરનગ: દહેજ પ્રથાએ ભારતના અનેક રાજ્યોમાં વ્યાપેલું એક મોટું દૂષણ છે. દહેજના રિવાજને કારને ઘરેલુ હિંસાના બનાવો બને છે. નેશનલ ક્રાઈમ રેકોર્ડ્સ બ્યુરો (NCRB) દ્વારા રજૂ કરવામાં આવેલા વર્ષ 2023 ના દહેજ સંબંધિત ગુનાઓના આંકડા પણ ચોંકાવનારા હતા.
મળતી વિગતો અનુસાર, ઉત્તર પ્રદેશના મુઝફ્ફરનગરમાં એક લગ્ન સમારોહમાં વરરાજાએ દહેજમાં આપવામાં આવતી મોટી રકમને સ્વીકારવાનો ઇનકાર કરીને સૌના દિલ જીતી લીધા છે. કન્યાના પરિવારે જ્યારે વરરાજાને રૂ. 31 લાખનું દહેજ આપવાની ઓફર કરી હતી, ત્યારે વરરાજા અવધેશ સિંહે આ મોટી રકમ સ્વીકારવાની સ્પષ્ટ ના પાડી દીધી હતી. તેમના આ નિર્ણયની માત્ર લગ્ન પ્રસંગમાં જ નહીં, પરંતુ સમગ્ર વિસ્તારમાં પ્રશંસા થઈ રહી છે.
વરરાજા અવધેશ સિંહે દહેજ ન સ્વીકારવાના પોતાના નિર્ણય અંગે વાત કરતા જણાવ્યું હતું કે, “કન્યાનું કુટુંબ રૂ. 31 લાખની રકમ ઓફર કરી રહ્યું હતું, પરંતુ અમે ના પાડી દીધી, કારણ કે અમે દહેજ પ્રથાની વિરુદ્ધ છીએ. દહેજ પ્રથાનો અંત આવવો જોઈએ.”
તેમણે ભારપૂર્વક જણાવ્યું કે, “કોઈ પણ પિતા પોતાના જીવનભરની કમાણી કરીને પણ આવી માંગણીઓ પૂરી કરી શકતા નથી, અને ઘણા લોકો તો લોન લઈને પણ આ માંગ પૂરી નથી કરી શકતા. આ પ્રથા હવે અટકવી જ જોઈએ.”
અવધેશ સિંહનું આ પગલું સમાજને એક મજબૂત સંદેશ આપે છે કે, શિક્ષણ અને જાગૃતિ દ્વારા દહેજ જેવી સામાજિક કુપ્રથાઓનો અંત લાવી શકાય છે. તેમના આ આદર્શવાદી વર્તનથી લગ્ન પ્રસંગમાં ઉપસ્થિત લોકો ખૂબ જ પ્રભાવિત થયા હતા અને સોશિયલ મીડિયા પર પણ તેમને અભિનંદન મળી રહ્યા છે. આ ઘટનાએ ફરી એકવાર સાબિત કર્યું છે કે, દહેજ એ સંબંધનો આધાર ન હોવો જોઈએ, પરંતુ પ્રેમ અને સમાનતા હોવા જોઈએ.
હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
મહત્વના સમાચારો ઊડતી નજરે.... 9:30 AM